Junagadh News : લીલી પરિક્રમાને લઈને 21 થી 27 નવેમ્બર સુધી ભરડાવાવ-ગિરનાર દરવાજા થી ભવનાથ તરફ વાહનોની અવરજવર પર પ્રતિબંધ રહેશે; ટ્રાફિક નિયમન માટે માર્ગો એકતરફી જાહેર કરાશે!

Junagadh News
Junagadh News : લીલી પરિક્રમાને લઈને 21 થી 27 નવેમ્બર સુધી ભરડાવાવ-ગિરનાર દરવાજા થી ભવનાથ તરફ વાહનોની અવરજવર પર પ્રતિબંધ રહેશે; ટ્રાફિક નિયમન માટે માર્ગો એકતરફી જાહેર કરાશે!
  • જૂનાગઢમાં આગામી તા.23 થી 27 નવેમ્બર સુધી પરંપરાગત રીતે ગીરનાર પરિક્રમા યોજાનાર છે; જેમાં લાખોની સંખ્યામાં જનમેદની એકત્રિત થશે.
  • પરિક્રમા દરમિયાન કોઇ અનિચ્છનીય બનાવ ન બને, અકસ્માત નિવારણ અને લોકોની અવરજવરને અડચણ ન થાય અને ટ્રાફિકનું નિયંત્રણ કરવા માટે સાવચેતીના પગલાં રૂપે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.
  • જે મુજબ આગામી તા.21 થી 27 નવેમ્બર સુધી તમામ પ્રકારના વાહનો (એસ.ટી.મીની બસ સિવાય) ભરડાવાવ-ગિરનાર દરવાજા થી ભવનાથ તરફ જવા માટે પ્રવેશબંધી રહેશે.
  • જાહેર સલામતીને ધ્યાને લઈને પરિસ્થિતિનું મૂલ્યાંકન કરીને તમામ પ્રકારના વાહનોની સદરહુ વિસ્તારમાં અવરજવર પર પોલીસ તંત્ર પ્રતિબંધ લગાવી શકશે.
  • ગીરનાર પરિક્રમાની કામગીરી સાથે સંકળાયેલ સરકારના સંબંધિત ખાતા તથા પોલીસ ખાતા દ્વારા મંજૂરી આપવામાં આવેલ પાસવાળા વાહનો, ભવનાથ વિસ્તારના સ્થાનિકોને આ જોગવાઈ લાગુ પડશે નહીં.
  • માર્ગને એકતરફી કરવાના જાહેરનામા મુજબ ઉપર જણાવેલ તારીખ દરમિયાન જૂનાગઢ શહેરમાંથી ભવનાથ જવા માટે ભરડાવાવ થી સ્મશાન સુધી અને વડલી ચોક થી ભવનાથ મંદિર, મૃગીકુંડ તળાવની પાળ સુધીના રસ્તાનો સમાવેશ થાય છે.
  • ભવનાથ થી જૂનાગઢ શહેર તરફ આવવા માટે મંગલનાથની જગ્યાએથી વડલી ચોક સુધી અને સ્મશાનથી ગીરનાર દરવાજા સુધીના રસ્તાનો સમાવેશ થાય છે.
  • કોઇપણ પ્રકારના વાહનો (સરકારી વાહનો અને ફરજ ઉપરના અધિકારીઓના વાહનો સિવાય) ભવનાથ તળેટીથી આગળ પરિક્રમાના રસ્તાઓ ઉપર અવર-જવર માટે પ્રતિબંધ રહેશે.
  • આ જાહેરનામાનો ભંગ કરનાર શિક્ષાને પાત્ર ઠરશે.

Also Read : Junagadh News : ગિરનારની પરિક્રમામાં સ્વચ્છતા રહે તે માટે ખાસ દેખરેખ રખાશે; પરિક્રમાને લઈને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા મિટિંગનું આયોજન થયું.