Junagadh News : જૂનાગઢ શહેર-જિલ્લામાં પોલીસ દ્વારા નવરાત્રિ સ્પેશિયલ ડ્રાઈવ યથાવત; છેલ્લા ત્રણ દિવસમાં 359 ઇસમો વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી!
- નવરાત્રી પર્વની ઉજવણી શાંતિપૂર્ણ માહોલમાં થાય અને અસામાજિક પ્રવૃત્તિઓને રોકી શકાય તે અનુસંધાને જૂનાગઢ જિલ્લા પોલીસ દ્વારા ખાસ નવરાત્રી ડ્રાઈવ શરૂ કરવામાં આવી છે.
- જે અન્વયે સતત ત્રીજા દિવસે સધન વાહન ચેકિંગની કામગીરી કરવામાં આવી હતી; તે ઉપરાંત શેરી ગરબા અને પાર્ટી પ્લોટની આજુબાજુ પણ સધન પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે.
- જે દરમિયાન ત્રીજા નોરતે નંબરપ્લેટ વિનાના 42 વાહનચાલકો, કાળા કાચવાળા 20 વાહનો, પીધેલા-ડ્રગ્સ લીધેલા 30 ઇસમો, ડ્રિંક & ડ્રાઈવ સંદર્ભે 2 ઇસમો, હથિયાર સાથે 1, પુરપાટ ઝડપે વાહન ચલાવતા 4, વાહન ડિટેન 13 સહિતના 122 જેટલા ઇસમો વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે; જ્યારે છેલ્લા ત્રણ દિવસમાં કુલ 359 ઇસમો વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે.
- જૂનાગઢ પોલીસ દ્વારા થઈ રહેલી આ કામગીરીથી જૂનાગઢ જિલ્લા અને શહેરમાં એક સુરક્ષિત વાતાવરણ સર્જાયું છે!
- નાગરિકોની સલામતી અને સુરક્ષા માટે કટિબદ્ધ જૂનાગઢ પોલીસ દ્વારા આગામી દિવસોમાં પણ આ કાર્યવાહી યથાવત રહેશે.