Junagadh News : જૂનાગઢમાં ૮ થી ૧૩ વયના બાળકો માટે ખડક ચઢાણ તાલીમ/એડવેન્ચર કોર્ષ ૨૦૨૩-૨૪ યોજાશે

Junagadh News
Junagadh News : જૂનાગઢમાં ૮ થી ૧૩ વયના બાળકો માટે ખડક ચઢાણ તાલીમ/એડવેન્ચર કોર્ષ ૨૦૨૩-૨૪ યોજાશે
  • જૂનાગઢ દ્રારા દર વર્ષની જેમ ચાલુ વર્ષે પણ બાળકો તથા યુવક યુવતીઓ માટે ખડક ચઢાણ તાલીમ/એડવેન્ચર કોર્ષ વર્ષ ૨૦૨૩-૨૪ હાથ ધરવામાં આવનાર છે.
  • જે અન્વયે ૮ થી ૧૩ વર્ષના બાળકો (સામાન્ય) માટે એડવેન્ચર કોર્ષ, અનુસુચિત જાતિના ૮ થી ૧૩ વર્ષના બાળકો માટે એડવેન્ચર કોર્ષ, અનુસુચિત જન જાતિના ૮ થી ૧૩ વર્ષના બાળકો માટે ખડક ચઢાણ બેઝીક તાલીમ કોર્ષ, અનુસુચિત જન જાતિના ૮ થી ૧૩ વર્ષના બાળકો માટે એડવેન્ચર કોર્ષનું વિવિધ તબક્કાવાર આયોજન કરવાનું નક્કી કરવામાં આવેલ છે.
  • આ કોર્ષમાં ભાગ લેવા માટે ઇચ્છુક ઉમેદવારોએ નિયત નમુનાના ફોર્મ સાથે આધારકાર્ડની નકલ અને અન્ય જરૂરી પ્રમાણપત્રો, આધારપુરાવાની નકલ જોડી કચેરી સમય દરમિયાન તા.૦૧/૦૧/૨૦૨૪ સુધીમાં જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓની કચેરી, ૧/૧ બહુમાળી ભવન, સરદારબાગ, જૂનાગઢ – ૩૬૨૦૦૧ ખાતે મોકલી આપવાના રહેશે.
  • ઉપરોકત કોર્ષના ફોર્મ Dydo Junagadh ફેસબુક આઇ.ડી. પરથી મેળવી શકાશે.