લોકડાઉનના 100 દિવસ બાદ ભારતમાં કોરોના ના કુલ કેસ 6 લાખને પાર!

કોરોના

હાલમાં જ કોરોના ના કારણે લાગુ થયેલા લોકડાઉનને 100 દિવસ પૂરા થઈ ચૂક્યા છે, પરંતુ આ લોકડાઉન કેટલા અંશે સફળ થયું તેના પર અનેક સવાલો ઊઠે છે. કારણ કે આ 100 દિવસ બાદ દેશમાં કુલ પોઝિટિવ કેસની સંખ્યા 6 લાખને વટી ચૂકી છે. જે ખરેખર ચિંતાજનક બાબત છે, ત્યારે ચાલો જાણીએ હાલની સ્થિતિએ દેશમાં કોરોનાના અન્ય આકડાઓ કેટલે પહોચ્યા છે.

કોરોના

ભારતના કોરોનાના આકડા પર નજર કરતાં પહેલા એકવાર ગુજરાતના કોરોનાના આકડાઓ પર એક નજર કરીએ. ગુજરાતમાં પીએન હવે દરરોજ 600થી વધુ પોઝિટિવ કેસ ઉમેરાતા જાય છે, જેના કારણે રાજ્યમાં કુલ પોઝિટિવ કેસની સંખ્યા 33 હજારથી વધુ થઈ ચૂકી છે. આ સાથે જ રાજયમાં કોરોનાની સ્થિતિ કઈક આ મુજબ છે.

ગુજરાતની કોરોના સંબંધિત માહિતી: (ગઇકાલ સુધીની માહિતી)

 • તારીખ: 1લી જુલાઇ, 2020 (બુધવાર)
 • સમય: સાંજે 5 વાગ્યા સુધી
 • કુલ પોજીટીવ કેસની સંખ્યા: 33,232 (નવા 675 કેસનો ઉમેરો થયો.)
 • રિકવર થયેલા દર્દીઓની સંખ્યા: 24,030 (વધુ 368 લોકો રિકવર થયા.)
 • મૃત્યુઆંક: 1,867 (વધુ 21 લોકોનું દુઃખદ અવસાન થયું.)
 • કુલ એક્ટિવ કેસની સંખ્યા: 7,335

ગુજરાત બાદ હવે ભારતના કોરોનાના આકડાઓ પર એનજેઆર કરીએ, તો છેલ્લા ઘણા દિવસોથી ભારતમાં કુલ પોઝિટિવ કેસની સંખ્યા 18 હજારથી વધુ નોંધાઈ રહી છે, જેના કારણે હવે કુલ પોઝિટિવ કેસની સંખ્યા 6 લાખને પાર થઈ ચૂકી છે. એક સર્વે મુજબ સામે આવ્યું છે કે, માત્ર જૂન માહિનામાં જ દેશમાં 4 લાખથી વધુ કોરોનાના દર્દી નોંધાયા છે. જેના પરથી કહી શકાય કે, લોકોએ unlock1.0 ને ગંભીરતાથી લેવાનું સમજયું જ નહિ. આ સાથે જ દેશમાં હાલ કોરોનાની સ્થિતિ નીચે મુજબ છે.

ભારતની કોરોના સંબંધિત માહિતી:

 • તારીખ: 2જી જુલાઇ, 2020 (ગુરુવાર)
 • સમય: સવારે 11 વાગ્યા સુધી
 • કુલ પોઝિટિવ કેસની સંખ્યા: 6,04,641 (નવા 19,148 કેસનો ઉમેરો થયો.)
 • રિકવર થયેલા દર્દીઓની સંખ્યા: 3,59,860 (વધુ 11,881 લોકો રિકવર થયા.)
 • મૃત્યુઆંક: 17,834 (વધુ 434 લોકોનું દુઃખદ અવસાન થયું.)
 • કુલ એક્ટિવ કેસની સંખ્યા: 2,26,947

Also Read : નરસિંહ મેહતા ની સુંદર પંક્તિઓ