Junagadh News: જૂનાગઢ જિલ્લામાં 74 બાળકોમાં હૃદયરોગની બીમારી જોવા મળી; કુલ 70 હજાર બાળકોના આરોગ્યની તપાસ થઈ!
- જિલ્લા પંચાયત આરોગ્ય શાખા દ્વારા જૂનાગઢ જિલ્લામાં બે તબક્કામાં બાળ આરોગ્ય ચકાસણી કાર્યક્રમ યોજાયો.
- જે અંતર્ગત આંગણવાડી કેન્દ્રના બાળકો અને તાલુકાઓમાં ડોર ટૂ ડોર જઈ એપ્રિલ થી સપ્ટેમ્બર 6 મહિનામાં જન્મથી લઈને 5 વર્ષ સુધીના 70 હજાર બાળકોના આરોગ્યની ચકાસણી કરવામાં આવી.
- જેમાં 74 બાળકોને હૃદય સંબંધી બીમારી, 14ને ફાટેલા હોઠ, 19 બાળકોને વાંકાચુકા પગ, 10ને જન્મજાત બહેરાશ, 07 ડાઉન સિન્ડ્રોમ, 29ને ન્યુરલ ટ્યુબ, આંખનો વિકાસ સહિતની અન્ય મળીને 165 બાળકોમાં જન્મજાત ખામી જોવા મળી હતી.
- જિલ્લામાં કેશોદમાં સૌથી વધુ 36, માંગરોળમાં 20, જૂનાગઢમાં 19, માણાવદરમાં 18, મેંદરડામાં 16, ભેંસાણમાં 15, વંથલી અને વિસાવદરમાં 13-13 બાળકોમાં આરોગ્ય ચકાસણી અંતર્ગત જન્મજાત બીમારી જોવા મળી હતી.
- જૂનાગઢ તાલુકા વિસ્તારના ડુંગરપુર ગામે એક બાળકનું હૃદયરોગના કારણે મૃત્યુ થયું હોવાનું પણ સામે આવ્યું છે!