તા.23મી મે, સાંજે 5 વાગ્યા સુધીમાં ભારતમાં રિકવર થયેલા દર્દીઓનો આકડો પહોંચ્યો આટલે…

ભારતમાં કોરોના વાઇરસના દર્દીઓનો આંકડો 1 લાખ અને 25 હજારને પાર થઈ ગયો છે, જે ખરેખર ચિંતાની વાત છે, ત્યારે એક સારા સમાચાર એ પણ છે કે ભારતમાં અત્યાર સુધીમાં 50 હજારથી વધુ લોકો કોરોના સામે જીત મેળવી ચુક્યા છે. અહીં ભારત અને ગુજરાતમાં કોરોનાની શુ સ્થિતિ છે તે જાણીએ.

After a lull, COVID cases climb in Kerala- The New Indian Express

ભારતના કોરોના સંબંધિત આંકડાઓ:- 

 • તારીખ: 23મી મે, 2020
 • સમય: સાંજે 5:00 વાગ્યા સુધી
 • કુલ પોઝીટીવ કેસની સંખ્યા: 1,25,101 (નવા 6,654 કેસ ઉમેરાયા)
 • કુલ એક્ટિવ કેસની સંખ્યા: 69,597 (નવા 3,267 એક્ટિવ કેસ થયા)
 • કુલ રિકવર-ડિસ્ચાર્જ થયેલા દર્દીઓની સંખ્યા: 51,784 (વધુ 3,250 દર્દીઓ રિકવર થયા.)
 • કોરોના વાઇરસના દર્દીઓનો મૃત્યુઆંક: 3,720 (વધુ 137 દર્દીઓનું મૃત્યુ થયું.)

Coronavirus Updates: India records 20,471 confirmed cases; total ...

ભારત બાદ હવે ગુજરાત પર એક નજર કરીએ. ગુજરાતમાં હાલ કોરોના પોઝીટીવ કેસનો આંકડો 13,500ને વટી ચુક્યો છે. જેમાં 6,000થી વધુ લોકો સારવાર મેળવીને અને કોરોનાને મ્હાત આપીને ડિસ્ચાર્જ થઈ ચૂક્યા છે. આજ તા.23મી મેના રોજ ગુજરાતમાં નવા 300થી વધુ પોઝિટિવ કેસ નોંધાયા છે. આ સાથે જ અહીં રાજ્યમાં કોરોના સંબંધિત બીજા આંકડાઓ દર્શાવેલ છે.

COVID-19 | Kerala leads chorus for Central assistance - The Hindu

ગુજરાત રાજ્યના કોરોનાને લગતા આંકડાઓ:-

 • તારીખ: 23મી મે, 2020
 • સમય: સાંજે 5:00 વાગ્યા સુધી
 • કુલ પોઝીટીવ કેસની સંખ્યા: 13,669 (નવા 396 કેસ નોંધાયા)
 • કુલ એક્ટિવ દર્દીઓની સંખ્યા: 6,671
 • કુલ રિકવર થયેલા દર્દીઓની સંખ્યા: 6,169 (વધુ 289 લોકોએ કોરોનાને મ્હાત આપી.)
 • કોરોના વાઇરસના દર્દીઓનો મૃત્યુઆંક: 829 (વધુ 27 લોકોના મૃત્યુ થયા.)

ભારત અને ગુજરાત બાદ હવે આપણાં જૂનાગઢ જિલ્લાની વાત કરીએ. ગત 24 કલાકમાં જૂનાગઢના મજેવડી ગેટ ખાતેથી 1 પુરુષ, કેશોદ ખાતેથી એક 15 વર્ષીય યુવતી, એક પુરુષ અને વિસાવદર તાલુકામાં બરડીયા ખાતેથી અન્ય 5 પોઝીટીવ દર્દીઓ નોંધાયા છે. જેની સાથે જ અત્યાર સુધીમાં જૂનાગઢ જિલ્લામાં કુલ 25 પોઝીટીવ કેસ નોંધાયેલા છે, જેમાંથી 4 દર્દીઓની તબિયત સંપૂર્ણપણે સારી થઈ ચૂકી હોવાથી રજા અપાઈ છે અને આ સિવાય બીજા તમામ દર્દીઓની સ્થિતિ પણ કાબુમાં છે.

જૂનાગઢ જિલ્લાની કોરોના વાઇરસ સંબંધિત માહિતી:-

 • તારીખ: 23મી મે, 2020
 • સમય: 5:00 PM
 • કુલ પોઝીટીવ કેસની સંખ્યા: 25
 • કુલ એક્ટિવ કેસની સંખ્યા: 21
 • સાજા થયેલા દર્દીઓની સંખ્યા: 4
 • મૃત્યુઆંક: 0