Junagadh News : કાળવા ચોક નજીક સ્થિત સરદાર પટેલની પ્રતિમાથી મોતીબાગ જતાં માર્ગનું નામકરણ સ્વયંભૂ ભૂતનાથ મહાદેવના નામથી થશે!, સ્થાયી સમિતિની બેઠકમાં નિર્ણય લેવાયો

Junagadh News : કાળવા ચોક નજીક સ્થિત સરદાર પટેલની પ્રતિમાથી મોતીબાગ જતાં માર્ગનું નામકરણ સ્વયંભૂ ભૂતનાથ મહાદેવના નામથી થશે!, સ્થાયી સમિતિની બેઠકમાં નિર્ણય લેવાયો
  • ગત તા.19 જુલાઇના રોજ જૂનાગઢ મહાનગરપાલિકાની સ્થાયી સમિતીની બેઠક મળી હતી; જેમાં રૂ.9.25 કરોડના વિવિધ વિકાસ કામોને મંજૂરી અપાઇ હતી.
  • જેમાં રૂ.8,27,41,735 તો પાણીને લગતી કામગીરીના મંજૂર કરાયા છે; જે અંતર્ગત ધારાગઢ ખાતે ઉંચી ટાંકી, સમ્પ, પમ્પીંગ સ્ટેશની કામગીરી માટે રૂ.6,23,55,128 મંજૂર કરાયા.
  • જે ઉપરાંત વોટર વર્કસ શાખા દ્વારા વિવિધ સાઇઝના બોર, કેસીંગ, પાઇપ ફિટીંગના રૂ.1,07,33,000, વોટર વર્કસ શાખાના હયાત હેન્ડપમ્પ રિપેરીંગ, ફિટીંગ્સ અને સપ્લાય કરી ઇન્સ્ટોલ માટે રૂ.23,75,000 તથા વોટર વર્કસ શાખાની જરૂરિયાત મુજબ જુદી-જુદી પ્રકાર અને સાઇઝના નળ કનેકશન-પબ્લીક હાઇડન કરાવાના માલ સામાન અને મજૂરીના રૂ.48,10,000 મંજૂર કરાયા છે.
  • લાઇટ જાય તો પણ પાણી વિતરણમાં મુશ્કેલી ઉભી ન થાય તે માટે પમ્પિંગ સ્ટેશનો પર 13 ડિઝલ જનરેટર સેટ ભાડે રાખવાના રૂ.13,02,720 અને વરૂણ પમ્પિંગ સ્ટેશન પાસે કમ્પાઉન્ડ વોલ બનાવવા રૂ.11,65,887 ને સ્થાયી સમિતીએ મંજૂર કર્યા છે.
  • આ સાથે કાળવા ચોક નજીક સ્થિત સરદાર વલ્લભભાઇ પટેલની પ્રતિમાથી મોતીબાગ રોડને ભૂતનાથ મહાદેવ માર્ગનું નામકરણ કરવાનો નિર્ણય કરાયો છે.
  • ભવનાથ પ્રવાસન ગેઇટ થી ભવનાથ મંદિર તરફ જતા શનિદેવ મંદિર પહેલા ડિવાઇડર પર સર્કલ ડેવલોપ કરવા ભાવનાબેન ચિખલીયા ફાઉન્ડેશનની દરખાસ્તને મંજૂર કરાઇ છે.
  • ફરિયાદ નિવારણ કરતી જૂનાગઢ 111 માં લોકોની ફરિયાદનો સત્વરે નિકાલ થાય તે માટે મેન પાવરનો વધારો કરાશે.
  • જ્યારે વૃક્ષારોપણ અને જતન માટે 2,000 ટ્રી ગાર્ડ ખરીદાશે.
  • આ ઉપરાંત જૂનાગઢના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર તેમજ શહેરી સામુહિક આરોગ્ય કેન્દ્રમાં તબીબી અધિકારી, ફિમેલ હેલ્થ સુપરવાઇઝર, મલ્ટિ પર્પઝ હેલ્થ સુપરવાઇઝર, ફાર્માસિસ્ટ, લેબટેક્નિશ્યન, ફિમેલ હેલ્થ વર્કર, મલ્ટિ પર્પઝ હેલ્થ વર્કર, લેબ ટેક્નિશ્યન, ફાર્માસિસ્ટ, જુનિયર કલાર્ક, કેસ રાઇટર, પટ્ટાવાળા વર્ગ 4, ડ્રેસર તેમજ આયાબેન સહીતની જગ્યાઓ પર ભરતી કરવાની દરખાસ્ત મંજૂર કરાઇ છે.