Junagadh News : જૂનાગઢ-વિસાવદર મીટરગેજ ટ્રેકને બ્રોડગેજમાં રૂપાંતર કરવા માટે રૂ.428 કરોડનું ટેન્ડર બહાર પાડવામાં આવ્યું!
- જૂનાગઢ-વિસાવદર મીટરગેજ ટ્રેકને બ્રોડગેજમાં રૂપાંતર કરવા માટે અંતે રેલતંત્ર દ્વારા તેનું ટેન્ડર બહાર પાડી દેવામાં આવ્યું છે.
- જૂનાગઢ શહેરમાં 11 ઓવરબ્રિજ અને અંડરબ્રિજ સાથે વિસાવદર સુધી સિગ્નલ, ઈલેકટ્રીક ફિકેશન સહિતના તમામ કામ માટે રૂ.428 કરોડનું ટેન્ડર બહાર પાડી દેવામાં આવ્યું છે.
- ટુંક સમયમાં ટેન્ડર ખોલ્યા બાદ તેની પ્રોસેસ કરી કામ શરૂ કરવામાં આવશે.
- જૂનાગઢ-વિસાવદર રેલ્વે ટ્રેકને મીટરગેજમાંથી બ્રોડગેજ કરવા માટેની કામગીરીને લઈ વિવાદો સર્જાયા હતા. જેમાં જૂનાગઢમાં મીટરગેજ ટ્રેકને શહેર બહાર ખસેડવા માટે માંગણી ઉઠી હતી, બાદમાં શાપુર-પ્લાસવા ૨ેલ સમિતિ બનાવવામાં આવી છે.
- આ સમિતિ દ્વારા જૂનાગઢ શહેરમાંથી મીટર ગેજ ટ્રેકની વિસાવદર તરફથી જૂનાગઢ પહેલા પ્લાસવા થઈ સીધુ શાપુર કનેક્શન આપવાની માંગણી કરવામાં આવી રહી છે.
- આ રસ્તા ૫૨ રેલ્વેનો કોઈ ટ્રેક નથી, જેથી રેલતંત્ર જમીન સંપાદન કરી નવો ટ્રેક ઉભો કરે તેવી માંગ ઉઠી રહી છે કેમકે, જૂનાગઢમાં અંડરબ્રિજ બનાવવામાં આવશે તો ચોમાસાની સિઝનમાં પાણી ભરાવવાની સમસ્યા સર્જાઈ તેમ છે.
- બીજી તરફ રેલ વિભાગના સુત્રોના જણાવ્યા પ્રમાણે ટેક્નિકલી પ્લાસવા-શાપુર નવો ટ્રેક બનાવવો તેના કરતા જૂનાગઢ શહેરમાંથી જ હૈયાત મીટરગેજ ટ્રેક પર બ્રોડગેજની કામગીરી કરવી શક્ય છે.
- જેમાં ઓવરબ્રિજ, અંડરબ્રિજ બનાવવાથી જૂનાગઢ શહેર ટ્રાફિકમુક્ત થશે, જે સ્થળ પર અંડરબ્રિજ બનાવવામાં આવશે, ત્યાં પાણી ભરાવવાની સમસ્યા નહીવત રહે તે મુજબ કામગી૨ી ક૨વાનું હાલ પ્રાથમિક આયોજન છે! હાલના રેલ્વે ટ્રેકને ઉંચો લઈ કામગી૨ી ક૨વાનું આયોજન કરવામાં આવ્યું છે.
- રેલ્વે દ્વારા અગાઉ પણ આ અંગેનું ટેન્ડર બહાર પાડવામાં આવ્યું હતું, પરંતુ ટેકનિકલ ખામીને લીધે ત ટેન્ડર રદ્દ કરી નવું ટેન્ડર બહાર પાડવાની ઘણા સમયથી પ્રક્રિયા ચાલતી હતી. અંતે રેલ્વે વિભાગ દ્વારા જૂનાગઢ-વિસાવદર બ્રોડગેજના કામનું રૂ.428 કરોડનું ટેન્ડર બહાર પાડી દીધુ છે, થોડા જ દિવસોમાં ટેન્ડર ખોલવામાં આવશે.
- હવે ટેન્ડર ખોલ્યા બાદ કોઈ ટેક્નિકલ ખામી કે અન્ય કોઈ પ્રશ્ન ન સર્જાય તો થોડા જ દિવસોમાં જૂનાગઢ-વિસાવદર વચ્ચે બ્રોડગેજનું કામ શરૂ થશે!