Junagadh News : જૂનાગઢ એસ.ટી.વિભાગે લીલી પરિક્રમામાં કુલ રૂ.2.06 કરોડની આવક કરી; જે ગત વર્ષ કરતાં 39.50 લાખ વધુ છે!

Junagadh News : જૂનાગઢ એસ.ટી.વિભાગે લીલી પરિક્રમામાં કુલ રૂ.2.06 કરોડની આવક કરી; જે ગત વર્ષ કરતાં 39.50 લાખ વધુ છે!
  • જૂનાગઢ એસ.ટી.વિભાગ દ્વારા લીલી પરિક્રમાને લઈને પ્રતિવર્ષ એકસ્ટ્રા બસનું સંચાલન કરવામાં આવે છે.
  • જેમાં જૂનાગઢ બસ સ્ટેશનથી ભવનાથ સુધી મિનિ બસ ઉપરાંત 9 ડેપો જેવાકે; જૂનાગઢ, પોરબંદર, વેરાવળ, ઉપલેટા, કેશોદ, ધોરાજી, બાંટવા, જેતપુર અને માંગરોળમાંથી પણ મોટી બસ દોડાવવામાં આવી હતી.
  • વર્ષ 2022 માં 1089 વાહનોનો ઉપયોગ કરી 7,696 ટ્રીપ કરી હતી, આ ટ્રીપ દ્વારા 3,08,443 મુસાફરો થકી એસ.ટી.વિભાગે 1,67,00,281 ની આવક મેળવી હતી.
  • જ્યારે વર્ષ 2023માં 1220 વાહનોનો ઉપયોગ કરીને 8223 ટ્રીપ કરી હતી, આ ટ્રીપ દ્વારા 3,30,454 મુસાફરો થકી જૂનાગઢ એસ.ટી.વિભાગે રૂ.2,06,50,819 ની આવક મેળવી હતી.
  • આમ, ગત વર્ષ કરતાં આ વર્ષે રૂ.39,50,538 વધારાની આવક મેળવી હતી.
  • જૂનાગઢ બસ સ્ટેશનથી ભવનાથ સુધીની બસના સંચાલનમાં પણ ગત વર્ષ 2022 માં 25,06,1288 ની આવક સામે ચાલુ વર્ષ 2023 માં 36,57,664 ની આવક મળી છે, એ રીતે આ આવકમાં પણ 11,51,356 નો વધારો થયો છે.