આપણા જુનાગઢ ના હિરેન મહેતા કેબીસીની હોટસીટ પર

હિરેન મહેતા

આપણા જુનાગઢ ના હિરેનભાઈ મહેતા ‘સોની એન્ટરટેઈન્મેન્ટ ટેલિવિઝન’ પર પ્રસારિત થતા અને ખુબ બધા દેશોમાં જોવાતા લોકપ્રિય શો ”કૌન બનેગા કરોડપતિ” માં સદીના મહાનાયક એવા અમિતાભ બચ્ચન સમક્ષ હોટસીટ પર પહોંચ્યા છે. હિરેનભાઈને ગયા વર્ષે અમિતાભજી સાથે ‘ફોન અ ફ્રેન્ડ’ માં વાત કરવાનો પણ મોકો મળ્યો હતો.

જુનાગઢ

હિરેનભાઈ છેલ્લા આઠ વર્ષથી કેબીસીની હોટસીટ પર પહોંચવાનું સપનું જોઈ રહ્યા હતા અને ત્યાં પહોંચવા માટેના અથાગ પ્રયત્નો કરતા હતા. છેલ્લા આઠ વર્ષથી હિરેનભાઈ એ આના માટેના પ્રયત્નો શરૂ કરી દીધા હતા. 5 વખત ઓડિશન રાઉન્ડમાં પહોંચ્યા હતા પણ હોટસીટ સુધી પહોંચવાનું સ્વપ્ન રોળાઈ જતું હતુ. પણ હિરેનભાઈ એ ”કર્મ કર ફલ કી ઈચ્છા મત રખ” ને અનુસરીને પ્રયત્નો છોડયા નહિ.

હિરેન મહેતા
Image Source – FB

છેવટે “ભગવાન કે ઘર દેર હૈ અંધેર નહિ” ઉક્તિ સાર્થક થઇ અને હિરેનભાઈ એ હોટસીટ સુધી પહોંચવાના દરેક પડાવો પાર કર્યા હતા.હિરેનભાઈએ બિગ બી સાથે રમેલ આ રમતનો એપિસોડ 8 ઓક્ટોબરે રાત્રે 9 વાગ્યે ટેલિકાસ્ટ થશે. આપણા જૂનાગઢના ગૌરવ સમા હિરેનભાઈ મહેતાને ટેલિવિઝનના પડદે જોવાનો લહાવો ચુકતા નહિ

Also Read : મૈયરમાં મનડું નથી લાગતું ફિલ્મની અભિનેત્રી હવે દેખાય છે કઈક આવી , આ નવો લુક જોઈને ઓળખી પણ નહીં શકો.. જુઓ તસવીરો