Junagadh News : જૂનાગઢ જિલ્લામાં માલિક/કોન્ટ્રાક્ટરે કામે રાખેલ કર્મચારીની સંપુર્ણ માહિતી પોલીસ સ્ટેશનને આપવાની રહેશે.

Junagadh News
Junagadh News : જૂનાગઢ જિલ્લામાં માલિક/કોન્ટ્રાક્ટરે કામે રાખેલ મજુર, કર્મચારી, કારીગર અને ભાગીયાની સંપુર્ણ માહિતી પોલીસ સ્ટેશનને આપવાની રહેશે.
– હાલનાં સમયમાં ઘણા ગંભીર ગુન્હાઓ આચર્યા પછી કારીગરો બીજા જિલ્લા કે રાજ્યમાં નાસી જતાં હોય છે.
– ત્યારે, આવી કામગીરી વારંવાર ન બને અને ગુનાખોર સુધી પહોંચી શકાય તે માટે, જૂનાગઢ જિલ્લામાં સી.આર.પી.સી. કલમ-144 મુજબ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.
– જે અંતર્ગત જૂનાગઢ જિલ્લાના પોલીસ સ્ટેશને માલિક/કોન્ટ્રાક્ટરે કામે રાખેલ મજુર, કર્મચારી, કારીગર અને ભાગીયાની સંપુર્ણ માહિતી આપવાની રહેશે.
– આ માહિતીમાં માલિક/કોન્ટ્રાક્ટર અને મજુર, કર્મચારી, કારીગર અને ભાગીયા બન્નેની સંપૂર્ણ માહિતીનો સમાવેશ થવો ફરજીયાત છે.
– આ ઉપરાંત માહિતી સાથે પાસપોર્ટ ફોટો અને ઓળખ ચિન્હ પણ આપવાનું રહેશે.
– સાત દિવસમાં સંપૂર્ણ વિગત અપાયેલ પત્રક સંબંધિત પોલીસ સ્ટેશનને મોકલવાનું રહેશે.
– વધુમાં, નવા મજૂરોને કામ પર રાખ્યાની તથા જૂના મજૂરોને છુટા કર્યાની તારીખથી 48 કલાકની અંદર સંબંધિત પોલીસ સ્ટેશનને તે અંગે જાણ કરવાની રહેશે.
– આ જાહેરનામું તાત્કાલિક અસરથી આગામી તા.2 જુલાઈ, 2023 સુધી અમલમાં રહેશે.
– આ નિર્ણય જૂનાગઢ જિલ્લામાં જાહેર સલામતી અને સુરક્ષા જાળવવા તથા આવી પ્રવૃત્તિ અટકાવવા માટે કરવામાં આવ્યો છે.
– જાહેરનામાંનો ભંગ કરનાર વ્યક્તિ ભારતીય દંડ સહિતાની કલમ-188 મુજબ શિક્ષાને પાત્ર ગણાશે.