Junagadh News : સરદારબાગ સંગ્રહાલય, જૂનાગઢ ખાતે આર્ટ એન્ડ ક્રાફટ, ટ્રેઝર હન્ટ અને ચિત્ર સ્પર્ધાનું આયોજન થશે.

Junagadh News Science Museum
Junagadh News : આગામી તા.18 મે ના રોજ સરદારબાગ સંગ્રહાલય, જૂનાગઢ ખાતે આર્ટ એન્ડ ક્રાફટ, ટ્રેઝર હન્ટ અને ચિત્ર સ્પર્ધાનું આયોજન થશે.
– સરદારબાગ મ્યુઝિયમ, જૂનાગઢ ખાતે આંતરરાષ્ટ્રીય મ્યુઝિયમ દિનની ઉજવણીનાં ભાગરૂપે વિવિધ સ્પર્ધાઓ યોજાશે.
– રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ, પુરાતત્વ અને સંગ્રહાલય નિયામકનાં સંયુક્ત ઉપક્રમે આ સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલું છે.
– આગામી તા.18 મે, સવારે 9:30 થી 11 વાગ્યા સુધી આર્ટ એન્ડ ક્રાફટ અને પેઇન્ટિંગ સ્પર્ધાનું આયોજન થશે.
– આ ઉપરાંત આ જ દિવસે સવારે 11:00 વાગ્યાથી 1 વાગ્યા સુધી ટ્રેઝર હન્ટની સ્પર્ધા યોજાશે.
– વયજૂથ પ્રમાણે, સ્પર્ધાને કુલ બે વિભાગમાં વહેંચવામાં આવશે.
– સ્પર્ધા અંતર્ગત જુનિયર વિભાગમાં 7 થી 15 વર્ષની વય ધરાવતા તેમજ સિનિયર વિભાગમાં 16 થી 25 વર્ષની વય ધરાવતા સ્પર્ધકોનો સમાવેશ કરવામાં આવશે.
– બધી જ સ્પર્ધાઓ જૂનાગઢ મ્યુઝિયમ, તાજ મંઝિલ, સરદારબાગ, જૂનાગઢ ખાતે યોજાશે.
– આ સ્પર્ધાઓમાં ભાગ લેવા માટે નીચે આપેલ લિંક પર રજિસ્ટ્રેશન કરાવવું ફરજિયાત છે.
રજિસ્ટ્રેશન માટેની લિંક: Click Here