Junagadh News : શનિ- રવિની રજા અને મકર સંક્રાતિ પર્વને લઇને 44,157થી વધુ લોકોએ જૂનાગઢના વિવિધ સ્થળોની મુલાકાત લીધી.
- ગત મકરસંક્રાતિના તહેવાર અને શનિ-રવિની રજાઓ સાથે હોવાથી જૂનાગઢ અને ગિરનાર ક્ષેત્રમા પ્રવાસીઓનો ભારે ધસારો જોવા મળ્યો.
- મળતી માહિતી પ્રમાણે બે દિવસમાં કુલ 18,517 પ્રવાસીએ સક્કરબાગ પ્રાણીની મુલાકાત લીધી.
- આ ઉપરાંત ઉપરકોટમાં 2 દિવસમાં 14,600થી વધુ પ્રવાસીઓ આવ્યા હતા.
- જ્યારે બે દિવસમાં કુલ 11,040 લોકોએ રોપ-વેની રોમાંચક સફર માણી હતી.
- આ 2 દિવસમાં દરમિયાન જાણવા મળતી વિગત મુજબ સરદારબાગમાં ફેરવાયેલા મ્યુઝિયમમાં મુલાકાતીઓ ઓછા હતા કારણ કે; તે બધા મુલાકાત સ્થળોથી વિપરીત જગ્યાએ સ્થિત છે અને ત્યાં રસ્તો બની રહ્યો હોય પાર્કિંગની સમસ્યાના કારણે શનિવારે 250થી વધુ પ્રવાસીઓ આવ્યા હતા; જ્યારે રવિવારે રજા હોય મ્યુઝિયમ બંધ રહેતું હોય છે.
- વાત કરીએ ઉપરકોટમાં યોજાયેલ પતંગોત્સવની તો, સવાણી હેરીટેજ કન્ઝર્વેશન દ્વારા પતંગોત્સવની રૂ.25 રૂપિયાની 1,000 ટિકીટ બહાર પડાઇ હતી, જે બધી ટીકીટ ચાર દિવસે વેંચાય હતી.
- જ્યારે ઉપરકોટની રેગ્યુલર ટિકીટ જે રૂ.50ના ભાવે હતી; જેનું વેંચાણ 11 જાન્યુઆરીએ 9,600, 12 જાન્યુઆરીએ 7,500, 13 જાન્યુઆરીએ 7,100 અને 14 જાન્યુઆરીએ 7,500 ટિકીટ વેંચાઇ હતી.