દેશમાં પ્રથમ વખત કોરોના એક્ટિવ કેસ કરતા રિકવર કેસની સંખ્યા 1,500થી વધુ…

કોરોના
  • ભારતમાં આજે કોરોના વાઇરસના પોઝીટીવ દર્દીઓની સંખ્યા 2 લાખ 76 હજારથી વધુ થઈ ચૂકી છે, પરંતુ આ દરમિયાન આજે સૌથી સારા સમાચાર એ છે કે દેશમાં આજ તા.10મી જૂનના રોજ કોરોનાના એક્ટિવ કેસ કરતા રિકવર કેસની સંખ્યા 1,500થી વધારે છે. જે એક આશાચિહ્ન સમાન છે, ત્યારે ચાલો જાણીએ ગુજરાત અને ભારતમાં કોરોનાની શુ સ્થિતિ છે…

કોરોના

 ભારતમાં કોરોનાને લગતા આંકડાઓ:

તારીખ: 10મી જૂન, 2020(બુધવાર)
●સમય: સવારે 11 વાગ્યા સુધી
●કુલ પોજીટીવ કેસની સંખ્યા: 2,76,583 (વધુ 9,985 નવા કેસ ઉમેરાયા)
●રિકવર થયેલા દર્દીઓની સંખ્યા: 1,35,206 (વધુ 5,996 લોકો રિકવર થઈ ગયા)
●કુલ મૃત્યુઆંક: 7,745 (વધુ 279 લોકોનું દુઃખદ અવસાન થયું)
●કુલ એક્ટિવ કેસની સંખ્યા: 1,33,632 (3,715 કેસનો વધારો થયો)

India and coronavirus: Lucky escape or emergency ahead?, South ...રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 510 કેસ નોંધાયા છે અને વધુ 34 લોકોના દુઃખદ અવસાન થયા છે. આ સાથે જ અહીં ગુજરાતના કોરોના સંબંધિત આંકડાઓ પર નજર કરીએ…

કોરોના

ગુજરાત રાજ્યના કોરોનાને લગતા આંકડાઓ:

  • તારીખ: 10મી જૂન, 2020
  • સમય: સાંજે 5:00 વાગ્યા સુધી
  • કુલ પોઝીટીવ કેસની સંખ્યા: 21,554 (નવા 510 કેસ નોંધાયા)
  • કુલ રિકવર થયેલા દર્દીઓની સંખ્યા: 14,743 (વધુ 370 લોકોએ કોરોનાને મ્હાત આપી.)
  • કોરોના વાઇરસના દર્દીઓનો મૃત્યુઆંક: 1,347 (વધુ 34 લોકોના મૃત્યુ થયા.)
  • કુલ એક્ટિવ દર્દીઓની સંખ્યા: 5,464

ગુજરાત અને ભારત બાદ હવે જૂનાગઢ જિલ્લામાં કોરોનાની શુ સ્થિતિ છે તેના પર એક નજર કરીએ, તો જણાય છે કે, આજરોજ ચોરવાડ ખાતેથી ફરી એક પોઝીટીવ કેસ નોંધાયેલ છે. રાજકોટથી ચોરવાડ આવેલા એક 45 વર્ષીય મહિલાનો કોરોના રિપોર્ટ પોઝીટીવ આવ્યો છે, જેની સાથે જ હાલ જૂનાગઢ જિલ્લામાં કોરોનાની સ્થિતિ નીચે દર્શાવ્યા મુજબ છે…

Trade impact of Coronavirus for India estimated at 348 million ...

જૂનાગઢ જિલ્લાની કોરોના વાઇરસ સંબંધિત માહિતી:

●તારીખ: 10મી જૂન, 2020
●સમય: 5:00 PM
●કુલ પોઝીટીવ કેસની સંખ્યા: 38
●કુલ એક્ટિવ કેસની સંખ્યા: 8
●સાજા થયેલા દર્દીઓની સંખ્યા: 29
●મૃત્યુઆંક: 1

કોરોના

Also Read : This boating service was flagged off at Narsinh Mehta Lake