Farmer Seed : ખેડૂતો થઈ જાવ તૈયાર, મગફળી સહિત ચોમાસુ પાકના બિયારણોનું 16મી મે થી વિતરણ થશે.

Farmer Seed

Farmer Seed : સૈારાષ્ટ્ર વિસ્તારનાં ખેડુતોને આગામી ખરીફ ઋતુમાં વાવેતર માટે મગફળી અર્ધવેલડી, ઉભડી જાતો તથા તુવેર, અડદ, તલ અને સોયાબીનની સર્ટીફાઇડ અને વિશ્વાસપાત્ર જાતોનાં બીયારણોનું તા. ૧૬મી મે ૨૦૧૯થી બીજ વિજ્ઞાન અને તકનીકી વિભાગ(મેગાસીડ) કૃષિ મહાવિદ્યાલય, કૃષિ યુનિવર્સિટી, જૂનાગઢ ખાતેથી વહેલા તે પહેલાનાં ધોરણે વેચાણ શરૂ થનાર છે.

Farmer Seed

બિયારણના ભાવની વિગતો જોઇએ તો, મગફળી (જીજેજી-22) સર્ટીફાઈડ બીયારણનાં સબસીડી સહાય વિનાનો ભાવ રૂ.2600/- પ્રતિ બેગ(30 કિલો) સબસીડી સહાય સાથેનો ભાવ રૂ.1300/- પ્રતિ બેગ(30 કિલો) છે.

Farmer Seed

તે જ રીતે તુવેર (જીજેપી-1) સર્ટીફાઈડ સબસીડી સહાય વિનાનો ભાવ રૂ.180/- પ્રતિ બેગ(2 કિલો), સબસીડી સહાય સાથેનો ભાવ છે રૂ.90/- પ્રતિ બેગ(2 કિલો), જ્યારે મગફળી (જીજી-20)ના સર્ટીફાઈડ બીયારણ માટે સબસીડી સહાય વિનાનો ભાવ રૂ.1700/- પ્રતિ બેગ(30 કિલો) છે. આ મગફળી જીજી-20 માં સબસીડીની જોગવાઇ નથી.

આવીજ રીતે સબસીડી રહીત કેટલીક ખરીફ ઋતુમાં વાવેતર કરી શકાય તેવા વિશ્વાસપાત્ર બિયારણોનાં ભાવો જોઇએ તો મગફળી (જીજી-20, જીજેજી-22, જીજેજી-31 તથા ટીજી-37 એ) સબસીડી સહાય વિનાનો ભાવ રૂ.1700/- પ્રતિ બેગ(30 કિલો) છે. અડદ (ગુજરાત અડદ-1) સર્ટીફાઈડ/ ટ્રુથફૂલ (વિશ્વાસપાત્ર) સબસીડી સહાય વિનાનો ભાવ રૂ.150/- પ્રતિ બેગ(2 કિલો) છે.

Farmer Seed

તુવેર (જીજેપી-1, બીડીએન-2) ટ્રુથફૂલ (વિશ્વાસપાત્ર) સબસીડી સહાય વિનાનો ભાવ રૂ.150/- પ્રતિ બેગ(2 કિલો) છે. તલ (ગુજરાત તલ-2) ટ્રુથફૂલ (વિશ્વાસપાત્ર) સબસીડી સહાય વિનાનો ભાવ રૂ.180/- પ્રતિ બેગ (1 કિલો) છે. સોયાબીન (જીજેએસ-3) ટ્રુથફૂલ (વિશ્વાસપાત્ર) સબસીડી સહાય વિનાનો ભાવ રૂ.૧૨૦૦/- પ્રતિ બેગ (25 કિલો) છે.

બિયારણનાં ભાવો અને વેચાણનાં જથ્થા સંબંધે વધુ માહિતી માટે સીડ સાયન્સર અને ટેકનોલોજી વિભાગ, કૃષિ મહાવિદ્યાલય, કૃષિ યુનિવર્સિટી, જૂનાગઢનો નીચેના નંબર પર સંપર્ક કરી શકાય છે.

ફોન નં.0285-2675070 તથા 0285-2672080

પીબીએક્ષ 449-450

વેચાણ અંગેની વિગતો:

બિયારણ વેંચાણનો સમય: સવારના 9.00 થી 12.00 વાગ્યા સુધી તથા

બપોરના 3.00 થી 5.00 વાગ્યા સુધી

બિયારણ વેંચાણનું સ્થળ: બીજ વિજ્ઞાન અને તકનિકી વિભાગ, કૃષિ મહાવિદ્યાલય, કૃષિ યુનિવર્સિટી, જૂનાગઢ.

ખાસ નોંધ:

સબસીડીનો લાભ મેળવવા માટે નીચે જણાવેલા જરૂરી દસ્તાવેજો ચકાસણી માટે સાથે રાખવા…

  • 8-અ નો ઓરીજીનલ દાખલો,
  • આધાર કાર્ડ
  • બેંકની પાસબુક(IFSC વાળી) ઝેરોક્ષ તથા ઓરીજીનલ

Farmer Seed

ત્રણેય આધાર પુરાવા એક જ સરખા નામના હોવા જોઈએ. સબસીડીનો લાભ 8(અ)ના દાખલામાં દર્શાવેલ જમીનના પ્રમાણમાં વધુમાં વધુ બે હેક્ટર સુધી મળશે. તેમ બીજ વિજ્ઞાન અને તકનિકી વિભાગ જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીનાં ડો. ભાટીયાની યાદીમાં જણાવાયું છે.

આ બિયારણ વિતરણનો લાભ મોટા પ્રમાણમાં લઈ શકે, તે માટે આ માહિતીસભર આર્ટીકલ વધુને વધુ શેર કરો…

અમે પણ જૂનાગઢને એટલો જ પ્રેમ કરીએ છીએ જેટલો તમે! જૂનાગઢ પ્રત્યેના આ પ્રેમને વધુ ગાઢ બનાવવા Aapdu Junagadh આપને જરૂરથી ઉપયોગી થશે. આ એક એવું માધ્યમ છે, જેના દ્વારા તમે આપણાં જૂનાગઢમાં બનતી રોજબરોજની સકારાત્મક ઘટનાઓ, નગરજનોને ઉપયોગી માહિતી, જૂનાગઢ શહેર અને તેની આજુબાજુ આવેલા સ્થળો, ધાર્મિકતા, ઐતિહાસિક સ્મારકો, વ્યક્તિ વિશેષ વિશેની માહિતી મેળવી શકશો. જો તમને ઉપરનો લેખ ગમ્યો હોય તો, શેર કરીને વધુને વધુ લોકો સુધી પહોંચાડો તથા તમારો અભિપ્રાય નીચે કોમેન્ટ બોક્સમાં જણાવો.
જો આપની પાસે જૂનાગઢ વિશેની વિશેષ માહિતી હોય તો અમારા સુધી ઇમેઈલ દ્વારા પહોંચાડી શકો છો.

Email Id: aapdujunagadh@gmail.com

Also Read : Sakkarbaug Zoological Garden : ઉનાળાની ગરમીથી પશુ-પંખીઓને બચાવવા સકકરબાગ ઝુમાં થઈ રહી છે આ વિશિષ્ટ કામગીરી