Junagadh News : જિલ્લામાં વાવાઝોડાથી પ્રભાવિત વીજ પુરવઠો અને તમામ માર્ગો પૂર્વવત થયા; પરંતુ ગિરનાર પર્વત પર હજુ અનેક જગ્યાએ વીજળી નથી!

Junagadh News
Junagadh News : જિલ્લામાં વાવાઝોડાથી પ્રભાવિત વીજ પુરવઠો અને તમામ માર્ગો પૂર્વવત થયા; પરંતુ ગિરનાર પર્વત પર હજુ અનેક જગ્યાએ વીજળી નથી!
– બિપરજોય વાવાઝોડાને કારણે વીજ પુરવઠાને અને વાહન વ્યવહારને ભારે અસર પહોંચી હતી.
– જૂનાગઢ જિલ્લામાં વાવાઝોડું ઓસરતાની સાથે ગણતરીના કલાકોમાં જ્યોતિગ્રામ વીજ પુરવઠો તમામ ગામોમાં પૂર્વવત કરવામાં આવ્યો છે.
– જિલ્લામાં ધરાશાયી થયેલા તમામ વૃક્ષોને દૂર કરી માર્ગને પણ પૂર્વવત કરી દેવામાં આવ્યો હતો.
– પરંતુ ગિરનાર પર્વત પરથી ફૂંકાયેલા ભારે પવનને કારણે વન વિભાગના વાયરલેસ કંટ્રોલરૂમનો પોલ ધરાશાયી થતાં સંપર્ક તૂટ્યો છે!
– ગિરનાર રોપવે બંધ હોવાના કારણે તેના રિપેરીંગની કામગીરી કરવામાં પણ વિક્ષેપ થઈ રહ્યો છે.
– ગિરનાર પર વીજ પુરવઠો ન હોવાને કારણે અનેક ધર્માલયોને પણ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે, જે લઈને વીજકર્મીઓ વીજ પુરવઠો કાર્યાન્વિત કરવા પ્રયત્નશીલ થઈ છે.
– ગિરનાર રોપવે અને વીજ પુરવઠો બંને બંધ હોવાથી યાત્રિકોને પણ અનેક હાલાકીઓ ભોગવવી પડી રહી છે!