Junagadh News : જૂનાગઢ જિલ્લામાં 18 વર્ષના 9,085 યુવાન સહિત 17,091 નવા મતદારોનો ઉમેરો થયો.
- જૂનાગઢ જિલ્લામાં મતદારયાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા 2024 અન્વયે જિલ્લામાં ખાસ આયોજન કરવામાં આવ્યું હતું; જેમાં કુલ 40,760 ફોર્મ તંત્રને મળ્યા છે, જેમાંથી 18 થી 19 વર્ષની વયના 9085 નવા યુવા મતદારો સહિત 17,091 નવા મતદારોનો ઉમેરો થયો છે.
- આ ખાસ મતદાર યાદી સુધારણા કાર્યક્રમ અન્વયે 85 માણાવદર વિધાનસભા મતવિસ્તારમાંથી 9331 ફોર્મ, 86 જૂનાગઢ વિધાનસભા મતવિસ્તારમાંથી 9577 ફોર્મ, 87 વિસાવદર વિધાનસભા મતવિસ્તારમાંથી 8043 ફોર્મ, 88 કેશોદ વિધાનસભા મતવિસ્તારમાંથી 6992 ફોર્મ અને 89 માંગરોળ વિધાનસભા મતવિસ્તારમાંથી 6829 ફોર્મ મળીને કુલ 40742 ફોર્મ તંત્રને મળ્યા છે.
- જેમાં નામ કમી કરાવવા માટે 85 માણાવદર વિધાનસભા મતવિસ્તારમાંથી 2004 ફોર્મ, 86 જૂનાગઢ વિધાનસભા મતવિસ્તારમાંથી 1322 ફોર્મ, 87 વિસાવદર વિધાનસભા મતવિસ્તારમાંથી 1364 ફોર્મ, 88 કેશોદ વિધાનસભા મતવિસ્તારમાંથી 1207 ફોર્મ અને 89 માંગરોળ વિધાનસભા મતવિસ્તારમાંથી 6973 ફોર્મ મળ્યા છે.
- જ્યારે આધારકાર્ડ એનરોલમેન્ટ માટે કુલ 2448 ફોર્મ મળ્યા છે, જ્યારે નામ સુધારા માટે કુલ 14,230 ફોર્મ મળ્યા છે.
- જેમાં 85 માણાવદર વિધાનસભા મતવિસ્તારમાંથી 3074 ફોર્મ, 86 જૂનાગઢ વિધાનસભા મતવિસ્તારમાંથી 4355 ફોર્મ, 87 વિસાવદર વિધાનસભા મતવિસ્તારમાંથી 2003 ફોર્મ, 88 કેશોદ વિધાનસભા મતવિસ્તારમાંથી 2479 ફોર્મ અને 89 માંગરોળ વિધાનસભા મતવિસ્તારમાંથી 2319 ફોર્મ મળ્યા છે.