ભારતમાં છેલ્લા 24 કલાકમાં રેકોર્ડ 17 હજારથી વધુ કોરોના ના દર્દી ઉમેરાયા…

કોરોના

ભારતમાં કોરોના વાઇરસનો પ્રકોપ શાંત થવાનું નામ જ નથી લેતો, તેમાં પણ છેલ્લા થોડાક દિવસોમાં તો સરેરાશ પોઝિટિવ કેસ 10 હજારથી ઉપર જ નોંધાય છે, ત્યારે ચાલો ગઈ કાલે કેસમાં થયેલા વધારાથી દેશમાં હાલ કોરોનાની શું સ્થિતિ છે તે તપાસીએ…

 કોરોના

ભારતમાં ગઈ કાલે એક જ દિવસમાં રેકોર્ડબ્રેક 17 હજારથી વધુ પોઝિટિવ કેસ નોંધાયા છે. જેની સાથે જ હાલ દેશમાં કુલ પોઝિટિવ કેસની સંખ્યા 5 લાખ થઈ જવા આવી છે. રિકવરીના રેટ મુજબ નવા નોંધાતા કેસના આંકડા ખાસ્સા વધુ પ્રમાણમા જોવા મળે છે. જેના થકી પોજીટીવ કેસમાં આટલો મોટો વધારો થઇ ચૂક્યો છે. નવા નોંધાયેલા કેસ મુજબ હાલ દેશમાં કોરોનાની સ્થિતિ નીચે મુજબ છે.

ભારતની કોરોના સંબંધિત માહિતી:

 • તારીખ: 26મી જૂન, 2020 (શુક્રવાર)
 • સમય: બપોરે 02:00 વાગ્યા સુધી
 • કુલ પોઝિટિવ કેસની સંખ્યા: 4,90,401 (નવા 17,296 કેસનો ઉમેરો થયો.)
 • રિકવર થયેલા દર્દીઓની સંખ્યા: 2,85,637 (વધુ 13,940 લોકો રિકવર થયા.)
 • મૃત્યુઆંક: 15,301 (વધુ 407 લોકોનું દુઃખદ અવસાન થયું.)
 • કુલ એક્ટિવ કેસની સંખ્યા: 1,89,463

ભારતની કોરોનાની સ્થિતિ જોયા બાદ હવે ગુજરાતની કોરોનાની સ્થિતિ પર એક નજર નાખીએ. ગુજરાતમાં પણ કોરોનાની પોઝિટિવ કેસની સંખ્યા 29 હજારને વટી ચૂકી છે. આ સાથેના બીજા આકડા નીચે મુજબ છે.

ગુજરાતની કોરોનાસંબંધિત માહિતી: (ગઇકાલ સુધીની માહિતી)

 • તારીખ: 25મી જૂન, 2020 (ગુરુવાર)
 • સમય: સાંજે 5 વાગ્યા સુધી
 • કુલ પોજીટીવ કેસની સંખ્યા: 29,578 (નવા 577 કેસનો ઉમેરો થયો.)
 • રિકવર થયેલા દર્દીઓની સંખ્યા: 21,506 (વધુ 410 લોકો રિકવર થયા.)
 • મૃત્યુઆંક: 1,754 (વધુ 18 લોકોનું દુઃખદ અવસાન થયું.)
 • કુલ એક્ટિવ કેસની સંખ્યા: 6,318

Also Read : Lili Parikrama : The biggest event of Junagadh “