Junagadh News : વાવાઝોડામાં લોકોને મદદ પહોંચાડવા માટે 21000 ફૂડ પેકેટ તૈયાર; સેવાભાવી સંસ્થાઓની મદદથી વધુ 25 થી 30 હજાર ફૂડ પેકેટ તૈયાર કરવાની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે.
- હવામાન વિભાગની આગાહી અનુસાર જૂનાગઢ ઉપરાંત સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં બિપરજોય વાવાઝોડુંનું સંકટ મંડરાઈ રહ્યું છે.
- ખાસ કરીને લોકોની મદદ માટે જૂનાગઢ જિલ્લાની જુદીજુદી સેવાભાવી સંસ્થાઓ આગળ આવી છે.
- આ સંભવિત સંકટમાં લોકોને ભોજન મળી રહે તે માટે ઉત્સાહ સાથે સેવાભાવી સંસ્થાઓ ફૂડ પેકેટ તૈયાર કરી રહી છે.
- જૂનાગઢ જિલ્લામાં સંભવિત વાવાઝોડામાં લોકોને મદદ પહોંચાડવા માટે 21000 જેટલા ફૂડ પેકેટ તૈયાર કરી દેવામાં આવ્યા છે.
- તેમજ વધુ 25 થી 30 હજાર જેટલા ફૂડ પેકેટ તૈયાર કરવાની કામગીરી પૂરજોશમાં કરવામાં આવી રહી છે, તૈયાર થયેલા ફુડ પેકેટને તાલુકા કક્ષાએ પહોંચાડી દેવામાં આવ્યા છે.
- આમ, ત્યાંથી જરૂરિયાતમંદો ફૂડ પેકેટ પહોંચાડવામાં આવી રહ્યા છે.
- ઉલ્લેખનીય છે કે; જૂનાગઢ જિલ્લાના ખાસ કરીને દરિયાકાંઠાના માંગરોળ અને માળિયા હાટીના તાલુકામાં જિલ્લાના અન્ય તાલુકાની સરખામણીમાં સંભવિત વાવાઝોડાની વધુ અસર પહોંચી શકે તેમ છે.