Junagadh News : જંગલ વિસ્તારમાં ઘોંઘાટ અને પ્રદૂષણ ન કરવા ભવનાથમાં જનજાગૃતિ અભિયાન યોજાયું.

Junagadh News
Junagadh News : જંગલ વિસ્તારમાં ઘોંઘાટ અને પ્રદૂષણ ન કરવા ભવનાથમાં જનજાગૃતિ અભિયાન યોજાયું.
– ગત તા.5 જૂન વિશ્વ પર્યાવરણ દિવસને અનુલક્ષીને ભવનાથ વિસ્તારમાં બિનજરૂરી ઘોંઘાટ બંધ કરાવવા એક અનોખુ જનજાગૃતિ અભિયાન એરાઉન્ડ એ ટ્રી ફાઉન્ડેશન દ્વારા યોજવામાં આવ્યું.
– જેમાં એનજીઓના સભ્યોએ ગત રવિવારે સાંજે ભવનાથમાં અશોક શિલાલેખ પાસે આ અભિયાન હાથ ધર્યું હતું.
– જેમાં તેઓએ વિવિધ સૂત્રો લખેલા બેનરો હાથમાં લઈને આવતા-જતાં રાહદારીઓને અવાજ પ્રદૂષણ ન કરવા અને પર્યાવરણને પ્રદૂષણ મુક્ત કરવા સમજણ આપી હતી.
– આ અભિયાનમાં જૂનાગઢ મેયર, આરટીઓ ઇન્સ્પેકટર, ભવનાથના પીએસઆઇ સહિતના લોકો જોડાયા હતા.