Junagadh News: સુભાષ યુનિવર્સિટીના 2000 જેટલાં છાત્રોએ જૂનાગઢ શહેરમાંથી 2.5 ટન કચરો એકઠો કરી, એક દિવસીય સફાઈ અભિયાન સફળ બનાવ્યું!
- ‘મેરી માટી મેરા દેશ’ અભિયાન અંતર્ગત જૂનાગઢની ડો.સુભાષ યુનિવર્સિટીના છાત્રો દ્વારા જૂનાગઢ શહેરમાં સફાઇ અભિયાન યોજાયું હતું.
- જેમાં શહેરના 75 વિસ્તારમાં 2000 થી વધારે વિદ્યાર્થીઓ, 300 શિક્ષકો મળી કુલ 75 ટીમો દ્વારા સફાઇ ઝુંબેશ હાથ ધરાઇ હતી.
- અંતે સ્થાનિકોને સાથે રાખીને મેરી માટી મેરા દેશ માટેની નિયત શપથ લેવડાવ્યા હતા.
- આ સફાઈ અભિયાનનો મુખ્ય હેતુ શહેરમાં સફાઇ પ્રત્યે લોકોમાં અવેરનેશ ફેલાવવાનો હતો.
- આ અભિયાનમાં શહેરના રહીશોનો સર્વે કરવામાં આવ્યો હતો; જેમાં વિદ્યાર્થીઓ 10,000 થી વધારે લોકોને મળીને મનપાની કામગીરી જેવીકે; સફાઇ, પીવાનું પાણી, ગટર વ્યવસ્થા, સ્ટ્રીટ લાઇટ સહિતની પ્રાથમિક સુવિધા વિશે માહીતી મેળવી હતી.
- આ અભિયાનમાં એક ટીમને 4 બેગ આપી છાત્રો બેગમાં કચરો એકઠો કરીને મનપા તંત્રના કન્ટેનરમાં નાખી તેવી રીતે અંદાજીત શહેરના વિવિધ વિસ્તારમાંથી પ્લાસ્ટીક, કાગળ સહિતનો 2.5 ટન થી વધારે કચરો એકઠો કરવામાં આવ્યો હતો.
- આ ઉપરાંત યુનિ.કેમ્પસમાં 75 વૃક્ષોનું વાવેતર કરી અમૃત વાટીકાનું પણ નિર્માણ કરવામાં આવ્યું હતું.
- આ અભિયાનની જૂનાગઢવાસીઓએ ભારે સરાહના કરી હતી.