જૂનાગઢ જિલ્લામાં તા.2જી જુલાઈના રોજ 8:30 PM સુધીમાં કોરોના ના વધુ આવ્યા આટલા કેસ | Corona Update

કોરોના

કોરોના  : જૂનાગઢ જિલ્લામાં કોરોના ના કેસ જે રીતે વધી રહ્યા છે, તે ખરેખર ચિંતા પમાડે છે. કારણ કે છેલ્લા થોડાક દિવસોથી જિલ્લામાં સરેરાસ 8 પોઝીટીવ કેસ નોંધાઇ રહ્યા છે. આ સાથે જ આજે પણ જિલ્લામાં નવા 11 કેસ નોંધાયા છે, જેની સંપૂર્ણ વિગત નીચે મુજબ છે.

કોરોનાગત 24 કલાકમાં જિલ્લામાં વધુ 11 લોકોના કોરોના રિપોર્ટ પોઝીટીવ આવ્યા છે અને 1 વ્યક્તિ ડિસ્ચાર્જ થઈને ઘરે પરત ફર્યા છે, જો કે આજના દિવસે કોઈ પણ કોરોના દર્દીનું મૃત્યુ થયું નથી, જે સારી બાબત છે.

કોરોના

જૂનાગઢના માંગનાથ રોડ ખાતે રહેતા 35 વર્ષીય પુરુષ થોડાક સમયથી કોરોનાની સારવાર લઇ રહ્યા હતા, તેમની સ્થિતિ સુધરતા અને કોરોનાના લક્ષણ ન જણાતા તેમને ડિસ્ચાર્જ કરવામાં આવેલ છે.

જૂનાગઢ જિલ્લામાં ગત 24 કલાક બાદ કોરોનાના નવા 11 દર્દી નોંધાયા છે, જેમાં જૂનાગઢ શહેરના 7 અને અન્ય તાલુકાના 4 દર્દીઓનો સમાવેશ થાય છે. જૂનાગઢ શહેરમાં ગિરિરાજ હાઇટ્સમાં રહેતા 22 વર્ષીય સ્ત્રી, જલારામ સોસાયટીમાં રહેતા 63 વર્ષીય પુરુષ, કૃષ્ણનગર, જોશીપરામાં રહેતા 48 વર્ષીય પુરુષ, સિટિબસ કોલોનીમાં રહેતા 68 વર્ષીય સ્ત્રી, ગોધવાવ-1માં રહેતા 12 વર્ષીય પુરુષ, નાગરવાડામાં રહેતા 22 વર્ષીય પુરુષ અને મંત્રી રોડ ખાતે રહેતા 25 વર્ષીય સ્ત્રીનો સમાવેશ થાય છે.

સાથે જ જૂનાગઢ જિલ્લાના બાટવા ખાતે રહેતા 35 વર્ષીય સ્ત્રી અને 63 વર્ષીય સ્ત્રીનો કોરોના રિપોર્ટ પોઝીટીવ આવેલ છે. સાથે જ કેશોદના લીમડા ચોકમાં રહેતા 35 વર્ષીય પુરુષ અને કેશોદ તાલુકાના કેવડર ગામે રહેતા 63 વર્ષીય પુરુષનો કોરોના રિપોર્ટ પણ પોઝીટીવ આવેલ છે.

એક જ દિવસમાં આટલી મોટી સંખ્યામાં નોંધાયેલા પોઝીટીવ કેસ સાથે હાલ જૂનાગઢ જિલ્લામાં કોરોનાની સ્થિતિ નીચે મુજબ છે.જૂનાગઢ જિલ્લાની કોરોના વાઇરસ સંબંધિત માહિતી:

  • તારીખ: 2જી જુલાઈ, 2020 – સમય: 8:00 PM
  • કુલ પોઝીટીવ કેસની સંખ્યા: 109
  • કુલ એક્ટિવ કેસની સંખ્યા: 46
  • સાજા થયેલા દર્દીઓની સંખ્યા: 59
  • મૃત્યુઆંક: 4

આ સાથે જૂનાગઢ જિલ્લામાં અન્ય જિલ્લા અને રાજ્યમાંથી કુલ 22 લોકો જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં સારવાર મેળવી રહ્યાં છે. તેમની ગણતરી પણ જૂનાગઢ જિલ્લાના કોરોનાના દર્દીઓમાં કરવામાં આવે છે

Also Read : Thank you, everyone, for the overwhelming response on the Rangoli