Junagadh News : જૂનાગઢ આઝાદી દિન નિમિત્તે મૂળ જૂનાગઢના અને પદ્મશ્રી પામી ચૂકેલા મહાનુભાવોનું 51 સંસ્થા દ્વારા ઉમળકાભેર સન્માન કરવામાં આવ્યું!
– ગત તા.9 નવેમ્બર જૂનાગઢના આઝાદી દીને ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી અને પદ્મશ્રી સન્માન સમિતિના સંયુક્ત ઉપક્રમે 51 સંસ્થાઓ દ્વારા હોટલ ફર્નના વિશાળ હોલમાં મૂળ જૂનાગઢના અને પદ્મશ્રી મેળવી ચૂકેલા બે મહાનુભાવો ડો.જયંત વ્યાસ અને ભીખુદાન ગઢવીનું સન્માન કરવામાં આવ્યું; ત્યારે આખો હોલ તાલીઓથી ગુંજી ઉઠ્યો હતો.
– આ પ્રસંગે બંને પદ્મશ્રીઓએ જણાવ્યું કે અમારા જૂનાગઢમાં અમારું સન્માન થાય એ જીવનની ધન્ય ઘડી છે.
– આ ઉપરાંત અન્ય ત્રણ પદ્મશ્રી સ્વ.કવિ દાદ, સ્વ.દિવાળીબેન ભીલ અને સ્વ.વલ્લભભાઈ મારવણીયાનું મરણોત્તર સન્માન કરવામાં આવ્યું.
– આ કાર્યક્રમમાં જૂનાગઢ જિલ્લાના વરિષ્ઠ સંતો, અધિકારીઓ સહિતના મહાનુભાવોની પ્રેરક ઉપસ્થિતિ રહી હતી.
– આ પ્રસંગે સન્માનનો પ્રત્યુતર વાળતા પદ્મશ્રી ડો.જયંત વ્યાસે કહ્યું હતું કે, જ્યાં રમ્યો છું, ભણ્યો છું ત્યાં મારું સન્માન થાય એ મારા જીવનની અદભુત ઘટના છે.
– પદ્મશ્રી ભીખુદાન ભાઈએ તો આ સન્માનને પદ્મશ્રી મળ્યો હતો, તેના જેવું સન્માન ગણાવી જણાવ્યું કે, જૂનાગઢના લોકો મારૂ સન્માન કરે છે એટલે આ વાત ખૂબ ધન્યતા આપે તેવી છે.
– બે અઢી કલાક ચાલેલા સન્માન સમારોહમાં સામાજિક સેવાભાવી અને મહિલા સંસ્થાઓ મળી કુલ 51 સંસ્થાઓએ બંને પદ્મશ્રીઓનું મોમેન્ટો અને સાલ ઓઢાડી સન્માન કર્યું હતું.