Junagadh News: ગુજરાત રાજ્યનો જૂનાગઢ જીલ્લો; એ પ્રથમ એવો જિલ્લો છે કે, જ્યાં હેલ્થ એટીએમ શરૂ કરવામાં આવ્યું છે! જૂનાગઢ જિલ્લાના નવ તાલુકાના તમામ પીએચસી સેન્ટરમાં હેલ્થ એટીએમ મૂકવામાં આવ્યા છે; જે હેલ્થ એટીએમ મારફતે લોકો પોતાના સ્વાસ્થ્યની તપાસ કરાવી શકશે. ગ્રામ્ય પંથકમાં રહેતા લોકો પોતાના મેડિકલ ચકાસણી અને રિપોર્ટ માટે શહેરમાં ધક્કા ખાતા હોય છે અને જેમાં 500થી હજાર રૂપિયા જેટલો ખર્ચ ખાનગી લેબોરેટરીમાં થતો હોય છે, પરંતુ આ હેલ્થ એટીએમ ગ્રામ્ય પંથકમાં મૂકવામાં આવ્યા છે! તેમાં ગણતરીની મિનિટોમાં જ લોકોને પોતાનો રિપોર્ટ મળી જાય છે એ પણ વિનામૂલ્યે! આ હેલ્થ એટીએમમાં એક-બે નહીં, પરંતુ 40 જેટલા રિપોર્ટ લોકો કરાવી શકે છે અને તેનો રિપોર્ટ પણ ગણતરીની મિનિટોમાં જ દર્દીને મળી રહે છે! એટલે ગ્રામ્ય પંથકના મધ્યમ અને ગરીબ વર્ગના લોકો માટે આ હેલ્થ એટીએમ એ ફાયદાકારક સાબિત થયું છે.
Also View : View Interview Video