Junagadh News : 15 થી 35 વર્ષના યુવક-યુવતીઓ માટે સાગરકાંઠા વિસ્તાર પરિભ્રમણ કાર્યક્રમ યોજાશે; 12 ઓક્ટોબર સુધીમાં અરજી કરવાની રહેશે.
- ગુજરાત રાજ્યના 15 થી 35 વર્ષના યુવક-યુવતીઓ રાજ્યના જુદાજુદા વિસ્તારો, સાગર સંપતિ, ઉદ્યોગો તથા સાગરકાંઠે વસવાટ કરતી પ્રજાનું લોકજીવન, મુશ્કેલીઓ તેમની કલા અને સંસ્કૃતિ વગેરેનો પ્રત્યક્ષ પરિચય થાય તથા સાગરલક્ષી પ્રવૃતિઓમાં ભાગ લેવા પ્રેરાય તેવા ઉમદા હેતુથી પ્રતિ વર્ષ યુવક-યુવતીઓ માટે સાગરકાંઠા વિસ્તાર પરિભ્રમણ કાર્યક્રમ યોજવામાં આવે છે.
- આ પ્રવાસમાં જોડાવા ઇચ્છતા યુવક-યુવતીઓ કે જેઓ તા.31 ડિસેમ્બર, 2023 ની સ્થિતિએ 15 થી 35 વર્ષની વય મર્યાદા ધરાવતા હોય તેમણે પોતાના જિલ્લાના જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓની કચેરી ખાતેથી નિયત નમુનાનું ફોર્મ મેળવી પોતાનું નામ-સરનામુ, મોબાઇલ નંબર, જન્મ તારીખ, શૈક્ષણીક લાયકાત, વ્યવસાય, એન.સી.સી./પર્વતારોહણ/રમતગમત સ્પર્ધામાં ભાગ લીધેલ હોય તો તેની વિગત, શારીરિક તંદુરસ્તી ધરાવતા હોવાનું તબીબી પ્રમાણપત્ર, વાલીની સંમતિ, તાજેતરમાં પડાવેલ પાસપોર્ટ સાઇઝનો ફોટો, ઓળખ કાર્ડ, અગાઉ આ કાર્યક્રમમાં ભાગ લીધેલ હોય તો તેની વિગત વગેરે માહિતી દર્શાવતી અરજી 12 ઓક્ટોબર સાંજે 6 વાગ્યા સુધીમાં નીચેના સરનામે જમા કરાવવી.
- અરજી જમા કરાવવાનું સ્થળ: જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓની કચેરી, બ્લોક નં.1/1, બહુમાળી ભવન, સરદારબાગ, જૂનાગઢ.
- અરજી જમા કરાવવાની છેલ્લી તારીખ: 12 ઓક્ટોબર, 2023 (સાંજે 6 વાગ્યા સુધી)
- વધુ વિગતો માટે સંપર્ક: 0285-2630490