Junagadh News : વેરાવળ-બનારસ-વેરાવળ સુપરફાસ્ટ એક્સપ્રેસ સાપ્તાહિક ટ્રેનનો આજથી શુભારંભ થયો; દર સોમવારે જૂનાગઢથી સવારે 5:50 વાગ્યે ઉપડશે.
- સોરઠના યાત્રિકોની સુવિધામાં વધારો કરવા રેલવે તંત્ર દ્વારા આજે શ્રાવણના ચોથા સોમવારથી વેરાવળ રેલવે સ્ટેશન થી વેરાવળ- બનારસ- વેરાવળ સુપરફાસ્ટ એક્સપ્રેસ સાપ્તાહિક ટ્રેનનો પ્રારંભ કરવામાં આવ્યો છે.
- આ ટ્રેન દર અઠવાડિયે એક વખત સોમવારે વેરાવળથી સવારે 4:15 વાગ્યે ઉપડશે અને આ ટ્રેન સવારે 5:48 વાગ્યે જૂનાગઢ રેલવે સ્ટેશન ખાતે આવશે.
- આ ટ્રેન દર સોમવારે સવારે વેરાવળથી 4:15 વાગ્યે ઉપડશે અને મંગળવારે બપોરના 2:35 વાગ્યે બનારસ પહોંચશે; બાદમાં બુધવારે બનારસથી ઉપડશે અને ગુરૂવારે વેરાવળ પહોંચશે.
- આ ટ્રેન 34.20 કલાકમાં 2,010 કીમીનું અંતર કાપી બનારસ પહોંચશે; જેની એવરેજ સ્પિડ 58.50 કિમી પ્રતિ કલાકની રહેશે.
- વેરાવળ- અમદાવાદ-વેરાવળ વચ્ચે આ ટ્રેન ડિઝલ લોકોમાં દોડશે, જ્યારે અમદાવાદ- બનારસ- અમદાવાદ વચ્ચે આ ટ્રેન ઇલેકટ્રીક લોકોમાં દોડશે.
- વેરાવળથી ઉપડનારી આ ટ્રેન જૂનાગઢ, જેતલસર, વડિયા દેવળી, કુકાવાવ, ચિતલ, ખીજડીયા, લાઠી, ધોળા જંકશન, બોટાદ, ધંધુકા, સરખેજ, સાબરમતી, અમદાવાદ, ગેરતપુર, નડિયાદ, આણંદ, છાયાપુરી, ગોધરા, રતલામ, નગડા, શામગઢ, કોટા, ગંગાપુર સીટી, બાયના, આગ્રા ફોર્ટ, ઇટવાહ, ગોવિંદપુરી, પ્રયાગરાજ સ્ટોપ થઇ બનારસ પહોંચશે.
- આ ટ્રેનમાં 24 કોચ જોડાશે; જેમાં પેસેન્જર માટે 4 જનરલ, 8 સ્લિપર અને 9 એસી કોચ હશે.
- જૂનાગઢ થી બનારસનું જનરલ કોચનું ભાડું 445, સ્લિપર કોચનું ભાડું 760, થ્રી ટાયર એસી કોચનું ભાડું 1,980, ટુ ટાયર- સેકન્ડ એસી કોચનું ભાડું 2,860 અને ફર્સ્ટ ક્લાસ એસી કોચનું ભાડું 4,865 રહેશેે.