Junagadh News : દિવાળીના તહેવારો દરમિયાન તા.10 થી 15 નવેમ્બર સુધી ટ્રાફિક નિયમન માટે વાહનો માટે પ્રવેશબંધી રહેશે.
- દિવાળીના તહેવારો દરમિયાન શહેરમાં ખરીદીના હેતુથી લોકોની અવરજવર વિશેષ રહેતી હોય છે.
- આ દરમિયાન ટ્રાફિક નિયમન માટે વાહનો માટે પ્રવેશબંધીનું જાહેરનામુ બહાર પાડવામાં આવ્યું છે.
- શહેરના પંચહાટડી ચોક થી કાળવા ચોક સુધીનો માંગનાથ રોડ તેમજ પંચહાટડી ચોક થી દિવાન ચોક તરફ જવાનો હવેલીવાળો રોડ સાંકડો હોય, તેમજ આ રોડ પર મોટા ભાગની કાપડની દુકાનો આવેલી છે.
- અહીં તહેવારો દરમિયાન લોકોની અવરજવર ખૂબ જ રહેતી હોય છે.
- આગામી દિવાળીના તહેવારોને ધ્યાને રાખી ટ્રાફિક નિયમનના હેતુસર રસ્તાઓ ઉપર ફોરવ્હીલ, ઓટોરીક્ષા, છકડો રીક્ષા, સ્કુટર, સાઇકલો, હાથલારી વગેરે તમામ પ્રકારના વાહનો લાવવા કે લઇ જવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવે છે.
- આ રસ્તાઓમાં આઝાદ ચોક પોસ્ટ ઓફિસ પાસે થી પંચહાટડી ચોક થી દિવાન ચોક તરફ જતા માલીવાડા રોડના નાકા સુધી, પંચહાટડી ભોકથી ગેબનશાહપીરની દરગાહ, દાણાપીઠ સુધીનો સમાવેશ થાય છે.
- જ્યારે બાબા આંબેડકર ચોક થી એમ.જી.રોડ, ચીતાખાના ચોક સુધી તથા દાણાપીઠ વિસ્તારમાં ભારે વાહનો જેવા કે બસ, ટ્રેક્ટર, મેટાડોર જેવા તમામ પ્રકારના ભારવાહક વાહનો માટે પ્રવેશબંધી ફરમાવવામાં આવી છે.
- આ જાહેરનામુ તા.10 નવેમ્બર થી 15 નવેમ્બર સુધી સવારે 8 વાગ્યાથી રાત્રે 12 વાગ્યા સુધી અમલમાં રહેશે.
- આ જાહેરનામાનો ભંગ કરનાર શિક્ષાને પાત્ર ઠરશે.