Junagadh News : મજેવડી દરવાજા સ્થિત એન્ટિક કોઈન્સ મ્યુઝિયમ ખાતે પોસ્ટલ સપ્તાહની ઉજવણી નિમિત્તે એન્ટિક પોસ્ટકાર્ડ અને ટિકિટોનું પ્રદર્શન યોજાયું.

Junagadh News : મજેવડી દરવાજા સ્થિત એન્ટિક કોઈન્સ મ્યુઝિયમ ખાતે પોસ્ટલ સપ્તાહની ઉજવણી નિમિત્તે એન્ટિક પોસ્ટકાર્ડ અને ટિકિટોનું પ્રદર્શન યોજાયું.
  • આજના સોશિયલ મીડિયાના જમાનામાં આપણે પોસ્ટ ઓફિસ અને પોસ્ટ કાર્ડ વગેરેના મહત્વને વીસરી રહ્યાં છીએ.
  • ત્યારે 9મી ઓક્ટોબર થી 15મી ઓક્ટોબર સુધી વિશ્વ પોસ્ટલ સપ્તાહની ઉજવણી નિમિતે જૂનાગઢના એન્ટિક કોઈન મ્યુઝિયમ ખાતે પોસ્ટને લગતી વસ્તુઓનું પ્રદર્શન આ દરમ્યાન કરવામાં આવેલ છે.
  • જેમાં ફર્સ્ટ ડે કવર, સ્પેશિયલ કવર, આર્મી પોસ્ટલ કવર, પોસ્ટ કાર્ડ, પોસ્ટ ટિકિટ (1947-2023), બુકલેટ, મિનિએચર વગેરેનો સમાવેશ કરવામાં આવેલ છે.
  • જેનું કલેક્શન જૂનાગઢના ડો.યૂસુફખાન પઠાણ દ્વારા આશરે 35 વર્ષોથી કરવામાં આવેલું છે.
  • આ સાથે આગામી 30 ઓક્ટોબર સુધી સરદાર ગેટ ગેલેરી ખાતે બનાવવામાં આવેલ લાઇક્સ બાસ્કેટની ટિકિટ (જ્યાં અવનવા બેક ગ્રાઉન્ડ સાથે અનેરી સેલ્ફી લઇ શકાય છે) ઉપર એન્ટિક કોઈન મ્યુઝિયમની ટિકિટ ફ્રી પણ આપવામાં આવશે.
  • તો સર્વે લોકોને મુલાકાત કરવા અપીલ કરવામાં આવી છે.

Also Read : જૂનાગઢ જિલ્લામાં કલા મહાકુંભ યોજાશે; 6 થી 60 ની વયથી વધુના કલાકારો સાહિત્ય, કલા, નૃત્ય, ગાયન, વાદન અને અભિનયમાં ભાગ લઈ શકશે.