Junagadh News : જૂનાગઢ જિલ્લામાં કલા મહાકુંભ યોજાશે; 6 થી 60 ની વયથી વધુના કલાકારો સાહિત્ય, કલા, નૃત્ય, ગાયન, વાદન અને અભિનયમાં ભાગ લઈ શકશે.

Junagadh News : જૂનાગઢ જિલ્લામાં કલા મહાકુંભ યોજાશે; 6 થી 60 ની વયથી વધુના કલાકારો સાહિત્ય, કલા, નૃત્ય, ગાયન, વાદન અને અભિનયમાં ભાગ લઈ શકશે.
  • રમત-ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ-ગાંધીનગર અને કમિશનર યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ ગાંધીનગર આયોજિત જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી જૂનાગઢ સંચાલિત કલા મહાકુંભ 2023-24 યોજાનાર છે.
  • જેમાં 6 થી 60 વર્ષ ઉપર સુધીના તમામ વય જૂથના કલાકારો ભાગ લઈ શકશે.
  • વય જૂથમાં ચાર વિભાગ રહેશે; જેમાં 6 થી 14 વર્ષ, 15 થી 20 વર્ષ, 21 થી 59 વર્ષ, 60 વર્ષથી ઉપર રહેશે.
  • જેમાં સાહિત્ય વિભાગમાં વકૃત્વ, નિબંધ, કાવ્યલેખન, ગઝલ, શાયરી, લોક વાર્તા, દુહા-છંદ, ચોપાઈ; કલા વિભાગમાં ચિત્રકલા, સર્જનાત્મક કારીગરી, નૃત્ય વિભાગમાં લોકનૃત્ય, રાસ, ગરબા, ભરતનાટ્યમ, કથક, કુચીપુડી, ઓડીસી, મોહિનીઅટમ જેવી સ્પર્ધાઓ રહેશે.
  • ગાયન વિભાગમાં શાસ્ત્રીય કંઠ્ય સંગીત (હિન્દુસ્તાની), સુગમ સંગીત, લગ્નગીત, સમૂહગીત, લોકગીત, ભજન. વાદન વિભાગમાં હાર્મોનિયમ (હળવું), તબલા, ઓરગન, સ્કુલ બેન્ડ, વાંસળી, સિતાર, ગિટાર, સરોદ, સારંગી, પખાવજ, વાયોલીન, મૃદુગમ, રાવણહથ્થો, જોડીયા પાવા તેમજ અભિનય વિભાગમાં એકપાત્રીય અભિનય, ભવાઇ સ્પર્ધામાં સ્પર્ધકોએ કૃતિના નિયમો પ્રમાણે ભાગ લઈ શકશે.
  • તાલુકા કક્ષા/ ઝોન કક્ષાની સ્પર્ધામાં ભાગ લેવા ઈચ્છુક ઉમેદવારોએ નિયત નમૂનાનું ફોર્મ, આધારકાર્ડની નકલ, બેંક પાસબુકની નકલ સાથે રાખી આગામી તા.24 ઓક્ટોબર બપોરે 12 કલાક સુધીમાં ઝોન /તાલુકા કન્વીનરને મળી જાય તે રીતે મોકલવાના રહેશે.
  • સીધી જિલ્લા કક્ષા, સીધી પ્રદેશ કક્ષા અને સીધી રાજ્ય કક્ષાએથી શરૂ થતી સ્પર્ધાઓમાં ભાગ લેવા માટે ઈચ્છુક ઉમેદવારોએ નિયત નમૂનાનું ફોર્મ, આધારકાર્ડની નકલ, બેંક પાસબુકની નકલ સાથે રાખી આગામી તા.24 ઓક્ટોબર બપોરે 12 કલાક સુધીમાં નીચેના સરનામે રૂબરૂ અથવા પોસ્ટ મારફતે મોકલી આપવાની રહેશે.
  • સ્પર્ધાના અંગેના નિયમો ઝોન, તાલુકા કન્વીનર ની યાદી નિયત નમૂનાના ફોર્મની માહિતી Dydo Junagadh ફેસબુક આઇડી પર જોઈ શકાશે.
  • ફોર્મ જમા કરાવવાનું સરનામું: જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી, બ્લોક નંબર-1, પ્રથમ માળ, બહુમાળી ભવન, સરદારબાગ, જૂનાગઢ.

Also Read : સાસણમાં માલધારીઓના આર્થિક ઉત્કર્ષ માટે વર્કશોપ યોજાયો; દૂધનું મૂલ્યવર્ધન કરવા અને દૂધ બનાવટોને બ્રાન્ડ તરીકે પ્રસ્થાપિત કરવા માટે માર્ગદર્શન અપાયું.