Junagadh News : રાજ્યવ્યાપી સુર્ય નમસ્કારના મહાઅભિયાન અંતર્ગત ગ્રામ્ય કક્ષા થી રાજ્ય કક્ષા સુધીની સ્પર્ધા યોજાશે; 15 ડિસેમ્બર સુધીમાં ઓનલાઈન રજીસ્ટ્રેશન કરવાનું રહેશે.

Junagadh News : રાજ્યવ્યાપી સુર્ય નમસ્કારના મહાઅભિયાન અંતર્ગત ગ્રામ્ય કક્ષા થી રાજ્ય કક્ષા સુધીની સ્પર્ધા યોજાશે; 15 ડિસેમ્બર સુધીમાં ઓનલાઈન રજીસ્ટ્રેશન કરવાનું રહેશે.
  • આરોગ્ય અને ફિટનેસ માટે ફાયદારૂપ એવા સૂર્ય નમસ્કારની સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે; આ સ્પર્ધા ગ્રામ્ય કક્ષાથી માંડીને રાજ્ય કક્ષા સુધીની યોજાશે.
  • જેમાં વિજેતા બનનારને રાજ્ય સરકાર દ્વારા પુરસ્કૃત કરવામાં આવશે.
  • સમગ્ર રાજ્યમાં 20,300 થી વધુ સ્થળોએ આ સ્પર્ધાનું આયોજન થશે.
  • આ સ્પર્ધા ગ્રામ્ય/શાળા તથા નગરપાલિકા/મહાનગરપાલિકા વોર્ડ કક્ષાએ 19 ડિસેમ્બર, 2023 ના રોજ યોજાશે.
  • ત્યારબાદ તાલુકા/નગરપાલિકા અને મહાનગરપાલિકા ઝોન કક્ષાએ 23 ડિસેમ્બર, 2023 ના રોજ અને ત્યારબાદ જિલ્લા મહાનગરપાલિકામાં 26 ડિસેમ્બર, 2023ના રોજ યોજાશે.
  • સૂર્યનમસ્કારની રાજ્યકક્ષાની સ્પર્ધા 30 ડિસેમ્બર, 2023 ના રોજ યોજાશે.
  • રાજ્યકક્ષાએ પ્રથમ વિજેતાને 2.5 લાખ, દ્વિતીય કક્ષાએ 1.75 લાખ અને તૃતીય કક્ષાએ 1 લાખનું ઈનામ આપવામાં આવશે.
  • આ સ્પર્ધામાં સ્પર્ધકો ત્રણ વયજૂથ કેટેગરી જેવીકે; 9 થી 18, 19 થી 40 અને 41 વર્ષથી વધુ વયના લોકો આ સૂર્ય નમસ્કાર સ્પર્ધામાં ભાગ લઈ શકશે.
  • આ સ્પર્ધામાં ભાગ લેવા માટે નીચે આપેલ લિંક પર રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે.
  • ગ્રામ્ય કક્ષાએ અને વોર્ડ વાર સ્પર્ધા 10 મિનિટમાં 11 સૂર્ય નમસ્કાર કરવાના રહેશે; ત્યાર પછી તાલુકા, જિલ્લા અને રાજ્યકક્ષાની સ્પર્ધાઓમાં માપદંડ મુજબ વધુ સૂર્ય નમસ્કાર કરવાના રહેશે.
  • સૂર્ય નમસ્કાર સ્પર્ધામાં વિજેતા બનવા માટે ઓછા સમયમાં વધુ સૂર્ય નમસ્કાર કરવા, યોગ્ય મુદ્રાઓમાં સૂર્ય નમસ્કાર કરવા સહિતના માપદંડ ધ્યાને લેવાશે.
રજીસ્ટ્રેશન માટે લિન્ક: https://snc.gsyb.in/