મહાશિવરાત્રી ના મેળાને ‘મિનીકુંભ’ તરીકે ઉજવવા થયા આ આયોજન

મહાશિવરાત્રી

મહાશિવરાત્રી : જૂનાગઢના ભવનાથ ખાતે યોજાતા મહાશિવરાત્રીના મેળાને ‘મિનીકુંભ’ના દરજ્જા મુજબ આયોજિત કરવા,મેળામાં આવતા યાત્રિકો માટે વિશેષ સુવિધા ઉભી કરવાના આયોજન અને તૈયારીઓને આખરી ઓપ આપવા તા.30,જાન્યુઆરીના રોજ જૂનાગઢના કલેક્ટરશ્રીના અધ્યક્ષ સ્થાને બેઠક મળી હતી. આ બેઠકમાં સાધુ સમાજ તેમજ ઉતારા મંડળના આગેવાનો અને અધિકારીઓના હકારાત્મક સુચનો ધ્યાને લઇ જૂનાગઢનો આ મેળો ગરીમાપુર્ણ રીતે અને વિશિષ્ટ આયોજન સાથે યોજાય તે માટે અધિકારીઓને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.mahashivratri mela

mahashivratri mela

મહાવરાશિત્રીનો મેળો તા.27 ફેબ્રુઆરીથી યોજાશે. જ્યારે મહાશિવરાત્રીની મધરાતે 12 કલાકે સાધુ સંતોના શાહી સ્નાન સાથે પુર્ણ થશે. કલેકટરશ્રીએ જણાવ્યું હતું કે રાજ્યસરકાર આ મેળામાં લોકોને તમામ સુવિધાઓ સાથે મનોરંજન મળી રહેતે માટે મેળામાં સંતવાણી ઉપરાંત અન્ય સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરાશે. આ સાંસ્કૃતિક કાર્યક્રમોમાં રાષ્ટ્રીય કક્ષાના અને સ્થાનિક કલાકારો પોતાની કલા પીરસશે.

મહાશિવરાત્રી

આ ઉપરાંતના આયોજનો માટે નીચે મુજબના જરૂરી નિર્ણયો લેવામાં આવ્યા છે…

 • યાત્રિકોનો ટ્રાફિક હળવો કરવા ભવનાથના વૈકલ્પિક રસ્તાઓ મેળા દરમિયાન શરૂ કરાશે.
 • પીવાના પાણીનો માસ્ટર પ્લાન મહાનગરપાલિકા દ્વારા અમલમાં મુકાશે.

 • દેશના વિવિધ સ્થળોએથી સાધુ સંતો આવશે, સંત આર્શીવચન તથા સંતસભાનું આયોજન થશે.
 • મેળાનું નામ ‘ગિરનાર શિવરાત્રી કુંભ મેળો’ રાખવા પ્રસ્તાવ.
 • સાંસ્કૃતિક કાર્યક્રમોમાં રાષ્ટ્રીય અને સ્થાનિક કલાકારોનો સમન્વય.

મહાશિવરાત્રી

 • કાયમી સુવિધાઓની કામગીરી ચાલુ રહેશે.દામોદરકુંડમાં સ્વચ્છ પાણી સાથે સફાઈ કરાશે.
 • પ્રવેશપાસમાં પોલીસ વિભાગ આગોતરું આયોજન કરશે. અનુભવી અધિકારીઓને મહત્વના પોઇન્ટ પર ડ્યૂટી આપવામાં આવશે.
 • યાત્રાધામ વિકાસ બોર્ડની પણ વિશેષ તૈયારીઓ.

 • વહિવટી તંત્ર, મનપા, વન વિભાગ અને પોલીસ વિભાગ સહિતના મહત્વના ખાતાના અધિકારીઓની મુખ્યસમિતિ ઉપરાંત સંલગ્ન કામગીરી માટે જુદી જુદી સમિતિઓ રચાશે.
 • ઈમરજન્સી સેવાઓને કોઇ અડચણ નહીં પડે,મેળા દરમિયાન વિવિધ જગ્યાઓએ આરોગ્ય સેન્ટર ઉભા કરાશે.
 • ઉતારાની જગ્યાઓ ઓછી કરવામાં નહીઆવે, તેમાં અગાઉથી ચાલતી વ્યવસ્થાઓમાં મોટો ફેરફાર પણ નહીં થાય.
 • જાહેરહિત ખાતર અને લોકોની સેવાના હેતુએ જરૂર પડશે ત્યાં કોમર્શીયલ સ્ટોલને નિયંત્રણમાં રખાશે.

તો આ હતી આગામી શિવરાત્રિના મેળાને ‘મિનિકુંભ’ સ્વરૂપે ઉજવવા માટે થઈ રહેલી તડામાર તૈયારીઓ માટેના આયોજનો અને લેવાયેલા જરૂરી નિર્ણયો.

#TeamAapduJunagadh

Also Read : કાયરા ની જોડી થશે અલગ, કાર્તિકની લાઈફમાં નાયરાની જગ્યા લેશે આ આભિનેત્રી…