Junagadh News : ટમેટાના ભાવ ભડકે બળ્યા જૂનાગઢ શાક માર્કેટમાં 160 રૂપિયે કિલો વેંચાઈ રહ્યાં છે

Junagadh News
Junagadh News : ટમેટાના ભાવ ભડકે બળ્યા જૂનાગઢ શાક માર્કેટમાં 160 રૂપિયે કિલો વેંચાઈ રહ્યાં છે
  • સમગ્ર દેશમાં હાલ ટમેટાના ભાવ એટલા બધા વધ્યા છે કે લોકો કહી રહ્યાં છે,”ડુંગળીના બદલે હવે ટમેટાં રડાવી રહ્યાં છે!”
  • આજથી 6 મહિના પહેલા જે ટમેટાં 20-25 રૂપીયે કિલો મળતા હતા, એ જ ટમેટાં આજે જૂનાગઢની બજારમાં 160 રૂપિયે કિલો મળી રહ્યાં છે!
  • ઉત્તરાખંડ જેવા રાજ્યમાં તો ટમેટાના ભાવ રૂ.250 ની સપાટી વટાવી ચૂક્યા છે!
  • પ્રતિકૂળ હવામાન, ટમેટાની ખેતી કરતાં વિસ્તારોમાં ભારે વરસાદ અને ગયા મહિને સામાન્ય કરતાં વધુ ઊંચું તાપમાન રહેતા ટમેટાના ઉત્પાદનમાં નોંધપાત્ર ઘટાડો થયો છે.
  • માંગ સામે પુરવઠો ઓછો હોવાથી ટમેટાના ભાવમાં પાંચ ગણો તોતિંગ વધારો જોવા મળી રહ્યો છે.
  • તોતિંગ ભાવ વધારાથી જાણીતી ફૂડ કંપની મેકડોનાલ્ડના બર્ગર તેમજ અન્ય ફૂડ આઇટમ્સમાંથી ટમેટાની બાદબાકી કરવામાં આવી છે.
  • ટમેટાના ભાવ સામાન્ય રીતે જૂન-જુલાઇ કે ઑક્ટોબર-નવેમ્બરમાં વધતાં હોય છે અને ઓગસ્ટ મહિનામાં તેની આવક શરૂ થતાં ભાવમાં ઘટાડો જોવા મળે છે.

Also Read : Junagadh News : જૂનાગઢ માર્કેટિંગ યાર્ડ ખાતે ગત તા.1 જુલાઈથી માર્કેટ શેષમાં 0.10 પૈસાનો વધારો લાગુ; વેપારીઓએ હરરાજી બંધ રાખીને વિરોધ નોંધાવ્યો.