Junagadh News : જૂનાગઢમાં ચાલી રહેલી ટ્રાફિક ઝુંબેશ અંતર્ગત છેલ્લા 2 દિવસમાં 252 એનસી કેસ કરી 53,600 નો દંડ વસુલ કરવામાં આવ્યો!

Junagadh News : જૂનાગઢમાં ચાલી રહેલી ટ્રાફિક ઝુંબેશ અંતર્ગત છેલ્લા 2 દિવસમાં 252 એનસી કેસ કરી 53,600 નો દંડ વસુલ કરવામાં આવ્યો!
  • જૂનાગઢ શહેર ટ્રાફિક શાખા દ્વારા શહેરમાં ચાલી રહેલ ટ્રાફિક ઝુંબેશ અંતર્ગત ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરનાર પાસેથી સ્થળ પર જ દંડ વસુલ કરવામાં આવી રહ્યો છે!
  • આ ઝુંબેશ અંતર્ગત જરૂરિ ડોક્યુમેન્ટ ન હોય તો સ્થળ પર જ દંડ વસુલ કરવામાં આવે છે અને કેટલાક વાહનોને ડિટેઇન પણ કરવામાં આવે છે.
  • દરમિયાન ગત શનિ-રવિ એમ 2 દિવસમાં શહેરમાં યોજાયેલી ટ્રાફિક ડ્રાઇવ દરમિયાન 252 એનસી કેસ કરી રૂ.53,600નો દંડ વસુલ કર્યો છે, જ્યારે 4 વાહનો ડિટેઇન કર્યા છે.
  • આ બે દિવસમાં આરટીઓએ રૂ.13,500નો દંડ વસુલ કર્યો છે.
  • હજુ પણ ટ્રાફિક ડ્રાઇવ ચાલુ જ રહેશે, ત્યારે દંડનિય કાર્યવાહીથી બચવા વાહન ચાલકોએ ડ્રાઇવીંગ લાઇસન્સ, પીયુસી, આરસી બુક સહિતના ડોક્યુમેન્ટ સાથે રાખવા અને ટ્રાફિકને અડચણ થાય તે રીતે વાહન પાર્ક ન કરવા જરૂરી છે!