Junagadh News : હોટલ, આશ્રમ, મંદિર-મસ્જિદ, સમાજવાડી, ફાર્મહાઉસ, રિસોર્ટમાં પણ હવે ઉતારુઓની યાદી પથિક વેબપોર્ટલ પર રાખવી પડશે.
– જૂનાગઢ શહેર અને જિલ્લામાં સલામતી અને સુરક્ષાને ધ્યાને લઈને તંત્ર દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.
– જેમાં જિલ્લામાં આવેલ તમામ હોટલ, ગેસ્ટહાઉસ, આશ્રમ, મંદિર, મસ્જિદ, અતિથિગૃહ, સમાજવાડી, ધર્મશાળા, ફાર્મહાઉસ તથા રિસોર્ટમાં રોકાતા તમામ મુસાફરોની યાદી પથિક વેબપોર્ટલ પર ફરજિયાત રજીસ્ટર કરાવવા માટેનું જાહેરનામું બહાર પાડી તાત્કાલિક અમલવારી કરવાનો આદેશ આપી દેવામાં આવ્યો છે.
– રહેવાની સુવિધા ધરાવતા યાત્રાળુ નિવાસોએ જૂનાગઢ જિલ્લા એસઓજી શાખાની ઓફિસમાંથી પથિક વેબપોર્ટલ માટેના યુઝર આઈડી પાસવર્ડ લેવાના રહેશે.
– રહેવા માટે આવતા તમામ લોકોની રોજેરોજ રજીસ્ટરમાં નોંધ કરવાની રહેશે.
– વેબપોર્ટલમાં મુસાફરના આઈડી પ્રૂફ, વાહનનો પ્રકાર, મેન્યુફેક્ચર કંપનીનું નામ, વાહનનો રજીસ્ટર નંબરની નોંધ કરવાની રહેશે.
– આ ઉપરાંત રહેણાંક માટે ભાડે આપતા મિલકતના તમામ માલિકો, ભાગીદારો, મેનેજર અને અન્ય કર્મચારીઓના નામ-નંબર સહિતની યાદી પણ રિસેપ્શન પર રાખવાની છે.
– જે તે જગ્યાએ રોકાવા આવનાર વ્યક્તિના ફોન નંબર સાચા છે કે કેમ? તેની ખરાઈ કરવાની રહેશે.
– આ ઉપરાંત ત્રણ મહિના સુધીનું સીસીટીવી બેકઅપ રાખવું પણ ફરજિયાત રહેશે.
Also Read : Junagadh News : જંગલ વિસ્તારમાં ઘોંઘાટ અને પ્રદૂષણ ન કરવા ભવનાથમાં જનજાગૃતિ અભિયાન યોજાયું.