Junagadh News : ધોરણ 10 અને 12 બોર્ડના વિદ્યાર્થીઓ અને તેના વાલીઓને થતી પરિક્ષાલક્ષી મૂંઝવણના સમાધાન માટે 08 ફેબ્રુ. થી 26 માર્ચ સુધી હેલ્પલાઈન શરૂ થશે; જ્યાં તજજ્ઞો તેઓનું માર્ગદર્શન કરશે.
- આગામી માર્ચ-2024 દરમિયાન તા.11 થી 26 માર્ચ, 2024 દરમિયાન ધોરણ 10 અને 12 (સામાન્ય/વિજ્ઞાન પ્રવાહ) ની પરીક્ષાઓ યોજાવાની છે.
- આ પરીક્ષા આપવા તૈયારી કરી રહેલા પરીક્ષાર્થીઓ અને તેઓના વાલીઓને થતી મૂંઝવણ/પ્રશ્નોના સમાધાન માટે આગામી તા.08 ફેબ્રુઆરી થી 26 માર્ચ સુધી હેલ્પલાઈન અને કાઉન્સિલિંગ સેન્ટર શરૂ કરવામાં આવશે.
- જેના માધ્યમથી બોર્ડના પરીક્ષાર્થીઓ અને તેઓના વાલીઓ પરિક્ષાલક્ષી મૂંઝવણ અને પ્રશ્નોનું સવારે 10 થી સાંજે 6 વાગ્યા સુધી ટેલિફોનિક માર્ગદર્શન મેળવી શકશે.
- આ હેલ્પલાઈન દ્વારા ખાસ કરીને વિદ્યાર્થીઓમાં રહેલો પરીક્ષાનો હાઉ દૂર કરવા તેમજ પરીક્ષામાં કોઈપણ જાતના ભય વગર વિદ્યાર્થી પરીક્ષા આપી શકે તે માટે કાઉન્સિલિંગ કરવામાં આવશે.
- આ કાઉન્સિલિંગ માટે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડ, ગાંધીનગરના ફ્રી હેલ્પલાઈન નંબર અને જુદાજુદા તજજ્ઞોના મોબાઈલ નંબરની યાદી અહીં આપેલ છે, જેની મદદથી વિદ્યાર્થીઓ અને વાલીઓ મદદ મેળવી શકશે.