Junagadh News : જૂનાગઢ જિલ્લાના 313 ગામોનો પીવાના પાણીનો પ્રશ્ન દૂર; ઓઝત-2 ડેમ 78% ભરવામાં આવ્યો.
- જૂન માસનાં અંતિમ દિવસો દરમ્યાન જૂનાગઢ જિલ્લામાં સીઝનનો પહેલો પણ અતિ ભારે વરસાદ નોંધાયો હતો.
- અતિ ભારે વરસાદને કારણે જિલ્લાનાં મોટાભાગનાં જળસ્ત્રોત હવે પાણીથી છલોછલ ભરાય ગયા છે.
- ત્યારે, જૂનાગઢ જિલ્લાનો સૌથી મોટો ઓઝત-2 ડેમ સીઝનનાં વરસાદનાં પ્રથમ રાઉન્ડમાં 78% જેટલો ભરાવા આવ્યો છે.
- આ ડેમ જૂનાગઢ જિલ્લાનાં 313 ગામનાં લોકો અને 43 ગામનાં ખેડૂતોને સિંચાઈ માટે પાણી પૂરું પાડી રહ્યો છે.
- પોણા ભાગનો ઓઝત-2 ડેમ ભરાઈ જતાં 25 દરવાજા પૈકી કુલ 10 દરવાજા તાત્કાલિક ખોલવામાં આવ્યા હતા.
- ઓઝત-2 ડેમની જળસંગ્રહ ક્ષમતા 36.20 મિલિયન ઘન મીટર જેટલી છે, જે અંદાજે દરરોજ 4 કરોડ લીટર જેટલું પીવાનું પાણી પૂરું પાડી શકે છે.
- હાલ ઓઝત-2 ની 76.50 મીટરની સપાટી છે, ડેમની પૂર્ણ સપાટી 77.50 મીટરની છે.
- હાલ આ ડેમના પાણીના આવકના પ્રવાહને ધ્યાનમાં રાખીને બે દરવાજા અડધા ફુટ ખુલ્લા રાખવામાં આવ્યા છે.
- આ ડેમની પૂર્ણ સપાટી ફ્લેડ મેનેજમેન્ટને ધ્યાનમાં રાખીને આગામી સમયમાં ભરવામાં આવશે.
- આ ઉપરાંત મળતી માહિતી અનુસાર, કાર્યપાલક ઈજનેરનાં માર્ગદર્શન હેઠળ ડેમ ખાતે સતત દેખરેખ રાખવામાં આવે છે.