Junagadh News : જૂનાગઢ મહાનગરપાલિકા 15 ડિસેમ્બરથી ઢોલ-નગારા વગાડીને બાકી વેરાની વસુલાત કરશે.
- જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા બાકી હાઉસ ટેક્ષની વસુલાત માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે, આ માટે નોટિસથી માંડીને મિલકત જપ્તી કરવા સુધીની કાર્યવાહી કરાશે.
- જૂનાગઢ શહેરના અનેક આસામીઓએ સમયસર પોતાના હાઉસ ટેક્ષની ભરપાઇ કર્યો નથી; જેને જાગૃત કરવા અને બાકી વેરાની વસૂલાત કરવા જૂનાગઢ મહાનગરપાલિકા 15 ડિસેમ્બરથી ઢોલ-નગારા વગાડીને બાકી વેરા વસૂલાત કરશે.
- આ ઉપરાંત જરૂર લાગશે ત્યાં મિલકતને નોટિસ ફટકારીને મિલકત જપ્તી સુધીની કાર્યવાહી કરશે.
- ત્યારે આ દંડનાત્મક કાર્યવાહીથી બચવા માટે, બાકીદારો પોતાનો વેરો સમયસરભરી આપે તે જરૂરી છે.
- અત્રે એ પણ નોંધનીય છે કે; સામાન્ય રીતે બીજો અને ચોથા શનિવારે મહાનગરપાલિકા કચેરી બંધ રહેતી હોય છે.
- જોકે, આ વખતે બીજા શનિવાર – 9 ડિસેમ્બર, 2023 ના રોજ કચેરી ધમધમતી રહેશે.
- કારણ કે; સરકારે દિવાળીની રજા જાહેર કરી હતી, જેમાં કર્મચારીઓને સળંગ 5 દિવસની રજાનો લાભ આપ્યો હતો, જેને લઈને થયેલ એડજસ્ટમેન્ટને પૂર્ણ કરવા આગામી શનિવારે પણ મનપા કચેરી ખુલ્લી રહેશે.