જૂનાગઢમાં તા.17મી જૂન, 5:30PM સુધીમાં વધુ 5 કોરોના પોઝીટીવ દર્દીઓ નોંધાયા.

કોરોના

કોરોના વાઇરસ જાણે જૂનાગઢ જિલ્લામાંથી જવાનું નામ જ નથી લેતો, કારણ કે એક તરફ કોરોનાથી રિકવર થઈને લોકો પોતાના ઘરે જાય છે, તો સામે એટલા દર્દીઓ કોરોના પોઝીટીવ નોંધાય છે, ત્યારે નવા નોંધાયેલા દર્દીઓની વિગત સાથે જૂનાગઢના કુલ કોરોના પોઝીટીવ દર્દીઓની માહિતી મેળવીએ…

કોરોના

જૂનાગઢમાં ગઈકાલે 7 વ્યક્તિઓ કોરોનાને મ્હાત આપીને ઘરે ગયા હતા, જેથી શહેર સહિત સમગ્ર જિલ્લામાં એક સારા સમાચાર પ્રસરી ગયા હતા, પરંતુ આજે ફરી 5 નવા કોરોના દર્દી સામે આવ્યા છે. જેથી પોઝીટીવ કેસ અને એક્ટિવ કેસમાં ફરી વધારો થયો છે. જેના કારણે જૂનાગઢ જિલ્લાના કુલ કોરોના પોઝીટીવ દર્દીઓની સંખ્યા 43 થઈ ચુકી છે. (અહીં નોંધનીય છે કે, અન્ય 10 દર્દીઓ બીજા જિલ્લાઓમાંથી જૂનાગઢ સારવાર લેનારા દર્દીઓ છે.)

કોરોના

આ નવા નોંધાયેલા કેસમાં એક 43 વર્ષીય પુરુષ જે સરદાર બાગ ખાતે રહે છે અને એક આંબેડકર નાગર નિવાસી 57 વર્ષીય પુરુષ સહિત જૂનાગઢના જોશીપરા ખાતે રહેતા એક 60 વર્ષીય પુરુષ અને તેમના 58 વર્ષીય પત્નીનો પણ સમાવેશ થાય છે. આ સાથે જ જૂનાગઢ જિલ્લાના મેંદરડામાં રહેતા 48 વર્ષીય મહિલાનો કોરોના રિપોર્ટ પણ પોઝીટીવ આવ્યો છે.

જૂનાગઢ જિલ્લામાં વધુ નોંધાયેલ 5 કોરોના પોઝીટીવ દર્દીઓ સાથે જ જિલ્લામાં હાલ કોરોનાની સ્થિતિ નીચે મુજબ છે…

  • તારીખ: 17મી જૂન, 2020
  • સમય: 05:30PM
  • કુલ પોઝીટીવ કેસની સંખ્યા: 43
  • રિકવર થયેલા દર્દીઓની સંખ્યા: 30
  • મૃત્યુઆંક:1
  • કુલ એક્ટિવ કેસની સંખ્યા: 12

Also Read : VVPAT Election Voting Machine Demo in Gujarati