રાજ્યમાં તા.25મી મેના રોજ 5:00PM સુધીમાં કોરોના ના મોટી સંખ્યામાં કેસ નોંધાયા, જાણીએ આજના આંકડાઓ

કોરોના

ગુજરાતમાં અને ભારતમાં કોરોના વાઇરસના પોઝીટીવ કેસનો આંકડો કૂદકે નવા ભૂસકે વધી જ રહ્યો છે. જેના કારણે હાલ ભારતમાં કોરોનાનો આંકડો 1 લાખ 40 હાજરને પહોંચવા આવ્યો છે, તો ગુજરાતમાં પણ કોરોનાના આંકડા 14,000ને પાર થઈ ચૂક્યા છે. આ સાથે જ આજે ગુજરાત અને દેશમાં કોરોનાની શુ સ્થિતિ છે તે જાણીએ.

કોરોના

ભારતના કોરોના સંબંધિત આંકડાઓ:-

  • તારીખ: 25મી મે, 2020
  • સમય: સવારે 8:00 વાગ્યા સુધી
  • કુલ પોઝીટીવ કેસની સંખ્યા: 1,38,845 (નવા 6,977 કેસ ઉમેરાયા)
  • કુલ એક્ટિવ કેસની સંખ્યા: 77,103 (નવા 3,543 એક્ટિવ કેસ થયા)
  • કુલ રિકવર-ડિસ્ચાર્જ થયેલા દર્દીઓની સંખ્યા: 57,721 (વધુ 3,280 દર્દીઓ રિકવર થયા.)
  • કોરોના વાઇરસના દર્દીઓનો મૃત્યુઆંક: 4,021 (વધુ 154 દર્દીઓનું મૃત્યુ થયું.)

કોરોના

ભારત બાદ હવે ગુજરાતના કોરોનાના કેસ પર એક નજર કરીએ. ગુજરાતમાં હાલ કોરોના પોઝીટીવ કેસનો આંકડો 14,000ને વટી ચુક્યો છે. આજ તા.25મી મેના રોજ ગુજરાતમાં ફરી નવા 350થી વધુ પોઝિટિવ કેસ નોંધાયા છે. આ સાથે જ અહીં રાજ્યમાં કોરોના સંબંધિત બીજા આંકડાઓ દર્શાવેલ છે.

ગુજરાત રાજ્યના કોરોનાને લગતા આંકડાઓ:-

  • તારીખ: 25મી મે, 2020
  • સમય: સાંજે 5:00 વાગ્યા સુધી
  • કુલ પોઝીટીવ કેસની સંખ્યા: 14,468 (નવા 405 કેસ નોંધાયા)
  • કુલ એક્ટિવ દર્દીઓની સંખ્યા: 6,944
  • કુલ રિકવર થયેલા દર્દીઓની સંખ્યા: 6,636 (વધુ 224 લોકોએ કોરોનાને મ્હાત આપી.)
  • કોરોના વાઇરસના દર્દીઓનો મૃત્યુઆંક: 888 (વધુ 30 લોકોના મૃત્યુ થયા.)

કોરોના

ભારત અને ગુજરાતના કોરોના સંબંધિત આંકડા જાણ્યા બાદ હવે જૂનાગઢ જિલ્લાના કોરોનાના આંકડાઓ પર એક નજર કરીએ. આજનો દિવસ જૂનાગઢ માટે કંઈક અંશે રાહતપૂર્ણ કહેવાય, કારણ કે છેલ્લા 24 કલાકમાં જૂનાગઢ જિલ્લામાં એક પણ કોરોનાનો પોઝીટીવ કેસ નોંધાયો નથી તો સાથે જ આજે કોરોનાની સારવાર હેઠળ રહેલા વધુ 4 દર્દીઓને તબિયતમાં સુધાર આવતા ઘરે મોકલવામાં આવ્યા હતા. અહીં તા.25મી મેના રોજ સાંજે 5 વાગ્યા સુધીમાં જૂનાગઢમાં નોંધાયેલા કોરોનાના આંકડા વિશે માહિતી મેળવીએ.

કોરોના

જૂનાગઢ જિલ્લાની કોરોના વાઇરસ સંબંધિત માહિતી:-

  • તારીખ: 25મી મે, 2020
  • સમય: 5:00 PM
  • કુલ પોઝીટીવ કેસની સંખ્યા: 25
  • કુલ એક્ટિવ કેસની સંખ્યા: 17
  • સાજા થયેલા દર્દીઓની સંખ્યા: 8
  • મૃત્યુઆંક: 0

Also Read : Aapdo Avaaj – Junagadh