Junagadh News : મારવાડી યુનિવર્સિટીમાં કોમ્પ્યુટર એન્જીનીયરીંગનો અભ્યાસ કરતાં વિદ્યાર્થી હિતેશ ક્રિપ્લાનીને રૂ.22 લાખનાં વાર્ષિક પેકેજ સાથે સેરટસ કેપિટલમાં પ્લેસમેન્ટ મળ્યું.
- આર્ટિફિશ્યલ ઇન્ટેલિજેન્સ આજના આધુનિક યુગનો એક ચર્ચાનો વિષય છે.
- આર્ટિફિશ્યલ ઇન્ટેલિજેન્સમાં થતા વિકાસ આખી જ દુનિયાના તકનીકી પ્રગતિને અસર કરે છે.
- ત્યારે રાજકોટની મારવાડી યુનિવર્સિટી આર્ટિફિશ્યલ ઇન્ટેલિજેન્સ અને બિગ ડેટા જેવા આધુનિક અભ્યાસક્રમો થકી તેમના વિદ્યાર્થીઓને નોકરીલક્ષી તાલીમ પણ આપે છે.
- આ અન્વયે કોમ્પ્યુટર એન્જીનીયરીંગ (AI) નો અભ્યાસ કરતા વિદ્યાર્થી હિતેશ ક્રિપ્લાનીએ મારવાડી યુનિવર્સિટીનાં પ્લેસમેન્ટ ઇતિહાસમાં પોતાનું નામ અંકિત કર્યું છે.
- આ વિદ્યાર્થીએ સેરટસ કેપિટલમાં રૂ.22 લાખનાં વાર્ષિક પેકેજ સાથે પ્લેસમેન્ટ મેળવ્યું છે.
- સાબિત થાય છે કે, મારવાડી યુનિવર્સિટી અને તેમાં ભણતાં વિદ્યાર્થીઓ શૈક્ષણિક ક્ષેત્રે નોંધપાત્ર પ્રગતિ કરી રહ્યા છે.