Junagadh News : ભારત એક નવો ઈતિહાસ રચવા જઈ રહ્યું છે; ગઈકાલ તા.06 જાન્યુઆરીના રોજ ઈસરોનું મિશન આદિત્ય L1 પોતાની નિર્ધારિત કક્ષાએ પહોંચ્યું છે; આદિત્ય સોલર પ્રોબ એલ1 પોઈન્ટ ધરતીથી 15 લાખ કિલોમીટર દૂર છે. જે પોઈન્ટને ગણિતજ્ઞ જોસેફઈ-લુઈ લેરેન્જે શોધ્યુ હતુ.
ગત 2 સપ્ટેમ્બર 2023ના રોજ લોન્ચ થયા બાદ આદિત્ય 16 દિવસ સુધી સૂર્યની ચારેય તરફ ચક્કર લગાવી રહ્યું હતું; આ દરમિયાન તેણે 5 વાર ઓર્બિટ બદલી હતી. આદિત્ય એલ-1ને ટ્રાન્સ લેરેંજિયન 1 ઓર્બિટમાં મોકલવામાં આવ્યું. અહીંથી 109 દિવસની યાત્રાની શરુઆત થઈ. આદિત્ય યાન જેવું એલ-1 પોઈન્ટ પર પહોંચ્યુ કે, તેની ઓર્બિટ મેન્યૂવરિંગ કરાવવામાં આવી જેથી તે એલ-1 પોઈન્ટની ચારેય તરફ હાજર હેલો ઓર્બિટના ચક્કર લગાવી શકે! આદિત્ય એલ-1ને હેલો ઓર્બિટ સુધી પહોંચતા 127 દિવસ લાગ્યા.
એલ-1 પોઈન્ટ પર ચારેય તરફ સોલર હેલો ઓર્બિટમાં આ યાન તેનાત રહેશે, થોડા-થોડા સમયે તેની ઓર્બિટ મેન્યૂવરિંગ થઈ રહેશે. આદિત્ય એલ1 મિશનની લાઈફ 5 વર્ષ 2 મહિનાની છે. આજે 6 જાન્યુઆરીના રોજ આ મિશનના 127 દિવસ પૂર્ણ થયા છે.
આ મિશનમાં સૌર તોફાનનું કારણ, સૌર લહેર અને તેની ધરતીના વાયુમંડળ પર અસર કેવી થાય છે, આ તમામ બાબતોનો અભ્યાસ કરવામાં આવશે. આદિત્ય સૂર્યમાંથી નીકળનારી ગરમી અને ગરમ હવા પર સ્ટડી કરશે. તે સૌર વાયુમંડળને સમજવાની સાથે સૌર હવાઓના વિભાજન અને તાપમાનની પણ સ્ટડી કરશે.
યુરોપીયન સ્પેસ એજન્સી અને નાસા બાદ ઈસરો સૂર્ય નજીક સેટેલાઈટ મોકલનાર ત્રીજી સ્પેસ એજન્સી બની છે. નાસાના 4 સેટેલાઈટ હાલમાં સૂર્યનો અભ્યાસ કરી રહ્યા છે. આદિત્ય મિશન પાછળ કુલ રૂ.400 કરોડનો ખર્ચ થયો છે.