Junagadh News : જો વરસાદ નહીં થાય તો; હજુ એક મહિનો સુધી કેરીની સિઝન ચાલશે!

Junagadh News : જો વરસાદ નહીં થાય તો; હજુ એક મહિનો સુધી કેરીની સિઝન ચાલશે!
– મળતી માહિતી મુજબ; જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં કેસર કેરીની આવક સતત વધી રહી છે, દરમિયાન હજુ પણ 1 મહિનો કેરીની સિઝન ચાલશે તેમ જાણવા મળી રહ્યું છે.
– કારણ કે; ખેડૂતોના કહેવા મુજબ આંબાના બગીચામાં હજુ 50% જેટલો પાક છે.
– ત્યારે જો વરસાદ થાય તો, કેરીની સિઝનના દિવસોમાં ઘટાડો થઇ શકે છે!
– બાકી હજુ વરસાદ ન આવે તો, 1 મહિનો કે આખા જૂન માસ સુધી કેરીની સિઝન ચાલુ રહે, તેવી પરિસ્થિતિ હાલ જોવા મળી રહી છે.
– ગત સોમવારે યાર્ડમાં કાચી કેરીના 24,110 બોક્ષની આવક થઇ છે, જેનો 10 કિલાનો ભાવ 250 રૂપિયાથી લઇને 700 રૂપિયા સુધીનો રહ્યો છે.