કોરોના : આજે આવ્યા વધુ 12 પોઝીટીવ કેસ જાણો વિગતવાર માહિતી.

કોરોના

જૂનાગઢ શહેર સહિત સમગ્ર જિલ્લામાં કોરોના વાઇરસ ભરડો લાઇ ચૂકયો છે. હાલ જૂનાગઢ જિલ્લાના તમામ તાલુકાઓમાં કોરોના વાઇરસ પ્રસરી ચુક્યો છે, ત્યારે આજે પણ જૂનાગઢ સહારે સહિત વિવિધ તાલુકાઓમાંથી કુલ 12 કોરોના પોઝીટીવ દર્દી નોંધાયા છે. તેમની વિગતવાર માહિતી અહીં મેળવીએ.

આજરોજ સમગ્ર જિલ્લામાં નોંધાયેલા 12 પોઝીટીવ કેસમાંથી 7 કેસ જૂનાગઢ કોર્પોરેશન હેઠળના વિસ્તારમાંથી નોંધાયા છે અને અન્ય કેસ જૂનાગઢ તાલુકા અને જિલ્લાના વિવિધ ગામમાંથી નોંધાયા છે. આ તમામ કેસની માહિતી નીચે દર્શાવેલ image મુજબ છે. જેના પર એક નજર કરીએ.

આ સાથે જ જૂનાગઢ જિલ્લાના વધુ 3 લોકો કોરોના સામેનો જંગ જીતીને રિકવર થયેલા છે. રિકવર થયેલા દર્દીઓમાં જોશીપરાના રહેવાસી 45 વર્ષીય પુરુષ, કેશોદના રહેવાસી 35 વર્ષીય પુરુષ અને કેશોદ તાલુકાના કેવદ્રાના રહેવાસી 63 વર્ષીય પુરુષનો સમાવેશ થાય છે.

જૂનાગઢ શહેર સહિત સમગ્ર જિલ્લામાં સતત વધતા કેસના કારણે જિલ્લામાં હાલ કુલ પોઝીટીવ કેસની સંખ્યા 200 નજીક પહોંચવા આવી છે, તો સાથે જ જૂનાગઢ જિલ્લામાં પણ કુલ પોઝીટીવ કેસ 193 થઈ ચૂક્યા છે. જેના પરથી જણાઈ આવે છે કે, unlock2.0 માં જૂનાગઢમાં કોરોનાનું સંક્રમણ બમણી ગતિથી વધી રહ્યું છે.

કોરોના

જૂનાગઢ જિલ્લાની કોરોના વાઇરસ સંબંધિત માહિતી:

●તારીખ: 8મી જુલાઈ, 2020
●સમય: 8:00 PM
●કુલ પોઝીટીવ કેસની સંખ્યા: 193
●કુલ એક્ટિવ કેસની સંખ્યા: 102
●સાજા થયેલા દર્દીઓની સંખ્યા: 87
●મૃત્યુઆંક: 4

આ સાથે જ અહીં જણાવવાનું કે, જૂનાગઢ જિલ્લામાં અન્ય રાજ્ય અને જિલ્લામાંથી કોરોના સારવાર લાઇ રહેલા દર્દીઓની સંખ્યા 35 છે, જેથી જૂનાગઢ જિલ્લામાં સારવાર લાઇ રહેલા લોકોની કુલ સંખ્યા 228 ગણવામાં આવે છે.

Also Read : Sardar para Garbi Mandal, Joshipura