Junagadh News: ભારતનું સૂર્ય મિશન આદિત્ય L1 આગામી તા.2 સપ્ટેમ્બરના રોજ સવારે 11.50 વાગ્યે શ્રીહરિકોટા ખાતેથી લોન્ચ થશે
- સૂર્યનું અધ્યયન કરનારી પ્રથમ અંતરિક્ષ આધારિત વેધશાળા સંબંધિત ભારતનું સૂર્ય મિશન ‘આદિત્ય L1’ આગામી તા.2 સપ્ટેમ્બરના રોજ લોન્ચ કરવામાં આવશે.
- મિશનને ભારતીય સમયાનુસાર શ્રીહરિકોટાથી સવારે 11.50 એ લોન્ચ કરવામાં આવશે.
- ઈસરોએ આ મિશનનાં લોન્ચને જોવા માટે જાહેર જનતાને પણ આમંત્રણ પાઠવ્યું છે!
- ‘આદિત્ય L1’ મિશન દ્વારા સૂર્ય-પૃથ્વીના લેગ્રેન્જિયન પોઈન્ટ પર રહીને સૂર્ય પર ઉદ્ભવતા તોફાનોને સમજી શકાશે; જે પોઈન્ટ પૃથ્વીથી લગભગ 1.5 મિલિયન કિલોમીટર દૂર છે.
- અહીં પહોંચવામાં લગભગ 120 દિવસ એટલે કે 4 મહિના જેટલો સમય લાગી શકે છે!
- ‘આદિત્ય L1’ મિશન વિવિધ વેબ બેન્ડ્સમાંથી સાત પેલોડ્સ દ્વારા લેગ્રેન્જિયન બિંદુની આસપાસ ભ્રમણ કરશે, ફોટોસ્ફિયર, ક્રોમોસ્ફિયર અને સૌથી બહારના સ્તર, કોરોનાનું પરીક્ષણ કરશે.
- ઇસરો અધિકારીના જણાવ્યા અનુસાર, ‘આદિત્ય L1’ એ દેશની સંસ્થાઓની ભાગીદારીથી કરવામાં આવેલ સંપૂર્ણ સ્વદેશી પ્રયાસ છે; જેમાં બેંગ્લોરમાં ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ એસ્ટ્રોફિઝિક્સ (IIA) વિઝિબલ એમિશન લાઇન કોરોનાગ્રાફે તેના પેલોડ્સ બનાવ્યા, જ્યારે ઈન્ટર-યુનિવર્સિટી સેન્ટર ફોર એસ્ટ્રોનોમી એન્ડ એસ્ટ્રોફિઝિક્સ પુણેએ મિશન માટે સોલર અલ્ટ્રાવાયોલેટ ઈમેજર પેલોડ વિકસાવ્યું છે.