Junagadh News : ટેકાના ભાવ જાહેર: પ્રતિ ક્વિન્ટલ તુવેર રૂ.7000, ચણા રૂ.5440 અને રાયડાની રૂ. 5650 ટેકાના ભાવે ખરીદી થશે, જૂનાગઢ જિલ્લાના ખેડૂતોએ તા.29 ફેબ્રુઆરી સુધીમાં રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે.

Junagadh News : ટેકાના ભાવ જાહેર: પ્રતિ ક્વિન્ટલ તુવેર રૂ.7000, ચણા રૂ.5440 અને રાયડાની રૂ. 5650 ટેકાના ભાવે ખરીદી થશે, જૂનાગઢ જિલ્લાના ખેડૂતોએ તા.29 ફેબ્રુઆરી સુધીમાં રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે.
  • ભારત સરકાર દ્વારા ખરીફ-રવિ-2023-24 માટે પ્રાઈઝ સપોર્ટ સ્કીમ હેઠળ ટેકાના ભાવે તુવેર, ચણા અને રાયડાની ખરીદીનો નિર્ણય કરવામાં આવ્યો છે.
  • આ નિર્ણય મુજબ પ્રતિ ક્વિન્ટલ તુવેર  રૂ.7000, ચણા રૂ.5440 અને રાયડાના રૂ.5650  ટેકાના ભાવ જાહેર કરવામાં આવ્યો છે.
  • આ પ્રાઈઝ સપોર્ટ સ્કીમ હેઠળ ટેકાના ભાવે તુવેર, ચણા અને રાયડાના વેચાણ માટે તા.5-2-2024 થી તા.29-2-2024 સુધી નોંધણી કરવામાં આવશે.
  • ગ્રામ્ય કક્ષાએ ઈ-ગ્રામ કેન્દ્ર ખાતે વીસીઈ મારફતે નોંધણી નાફેડના ઈ-સમૃદ્ધિ પોર્ટલ પર કરવામાં આવશે.
  • જેમાં જૂનાગઢ જિલ્લાના ખેડૂતો વધુમાં વધુ ટેકાના ભાવે ખરીદી અંગેનું રજીસ્ટ્રેશન કરે અને મહત્તમ ટેકાના ભાવે ખરીદીનો લાભ લેવા અનુરોધ કરવામાં આવ્યો છે.