Health department : ઉનાળાના આરંભ સાથે જ ઠંડાપીણા અને બરફના વપરાશમાં વધારો થયો છે.આ સમયે તંત્ર દ્વારા ભેળસેળીયા વેપારીઓને ઝડપી લેવા માટે ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. જે અંતર્ગત જૂનાગઢ મનપાના આરોગ્ય વિભાગે બરફની ફેકટરી ઉપર દરોડા પાડ્યા હતા.
તપાસમાં ગટરના પાણીથી બરફ બનાવામાં આવતો હોવાનું ખૂલતા અધિકારીઓ પણ ચોંકી ઉઠ્યા હતા. તેમજ બરફ બનાવા માટે વપરાતા પાણીમાં મચ્છર અને પોરા પણ મળી આવ્યા હતા. જેથી આરોગ્ય વિભાગે જનતાના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરનાર ભારત આઈસ ફેક્ટરી કાળવા તથા બાલાજી આઈસ ફેક્ટરી GIDC – 2 આ બરફ બનાવાના કારખાનાને સીલ કર્યાં હતાં.
Also Read : શાહી સ્નાન અને મૃગીકુંડનો અલૌકિક મહિમા