7 day adventure course

Adventure Course : આજના સ્પર્ધાત્મક અને ડિજિટલ યુગમાં બાળકો પ્રકૃતિથી દૂર થઈ ગયા છે. ત્યારે વેકેશનના ફ્રી સમયમાં બાળકો પ્રકૃતિના ખોળે રમે, વિચરે, નવા ગુણો શીખે અને પ્રકૃતિના મહત્વને સમજે તે જરૂરી થઈ ગયું છે.તે હેતુથી જ જુનાગઢના ઘર આંગણે ગિરનારની ગોદમાં આવેલું પંડીત દિનદયાલ ઉપાધ્યાય માઉન્ટનેરીંગ સેન્ટર બાળકોને પ્રકૃતિની સાથે જોડાઈને જૂનાગઢની પ્રકૃતિના દોસ્ત બનવાનો અવસર આપે છે.
adventure course

પંડીત દિનદયાલ ઉપાધ્યાય માઉન્ટનેરીંગ સેન્ટર દ્વારા 8 થી 13 વર્ષના બાળકો માટે 7 દિવસનો એડવેન્ચર કોર્સ ચલાવવામાં આવે છે. આ કોર્સ માનદ ઇન્સ્ટ્રક્ટરો અને ત્યાંના સંચાલકની હાજરીમાં ચલાવાય છે. બાળકો અને વાલીશ્રીઓ આ નવા ફિલ્ડથી વાકેફ થાય તે માટે ગવર્મેન્ટ પણ પૂરતાં પ્રયાસો કરે છે.

બાળકો માટે ખાસ કરીને વેકેશનમાં ગવર્મેન્ટ બેંચ ચલાવવામાં આવે છે, જેમાં કેમ્પ સાઈટ પર રહેવા, જમવા અને ત્યાંની ટ્રેનીંગનો કોઈ પણ ચાર્જ આપવો પડતો નથી. અને કોર્સ પૂર્ણ થયા પછી સર્ટીફીકેટ પણ આપવામાં આવે છે. આ વર્ષે મે મહિનામાં 12 મે થી 18 મે ગવર્મેન્ટ બેંચ ચલાવવામાં આવશે. ગવર્મેન્ટ બેંચમા તમારા બાળકનું સિલેક્શન કરવા માટે એપ્રિલમાં જ ફોર્મ ભરવા જરૂરી છે.

adventure course
આ તો થઈ નાના બાળકોની વાત પરંતુ 14 થી 45 વર્ષની ઉંમરના લોકો માટે પણ Mountaineering નો બેઝિક કોર્સ ચલાવવામાં આવે છે. જે 10 દિવસનો હોય છે અને તેમાં પણ સર્ટીફીકેટ આપવામાં આવે છે.
આ બંને કોર્સનું શેડ્યુલ અને ફોર્મ www.gujmount.com(http://www.gujmount.com/admissions/admissions.html ) પરથી મળી શકશે.તો આ વેકેશનમાં તમારાં બાળકને પ્રકૃતિની ગોદમાં રમવાનો મોકો આપો અને તેમનામાં Leadership, Courage જેવા ગુણો વિકસાવો.

Also Read : સોરઠ પંથકને મળશે હવે અનોખી ભેટ, કેશોદ એરપોર્ટ થકી પ્રવાસન વિભાગને મળશે નવી દિશા…