વિવિધ વન્યજીવ સંપતિઓથી સમૃદ્ધ છે ગિરનાર નું જંગલ. ચાલો જાણીએ કેટલા પ્રકારના સજીવો અહી નિવાસ કરે છે…

ગિરનાર

ગાંડી ગીર અને ગરવો ગિરનાર આ બન્નેમાં સમગ્ર સોરઠનું વર્ણન સમાઈ જાઇ, પરંતુ ગિરનારના જંગલમાં આનાથી પણ વધુ સમૃદ્ધિ રહેલી છે. જેને જાણીને ગિરનાર વિષે આપોઆપ જ અહોભાવ ઉત્પન થવા લાગે છે, તો ચાલો આજે અહી ગિરનારમાં જોવા મળતા વન્યજીવો, વનસ્પતિઓ અને વિવિધ સજીવો પર એક નજર કરીએ.

તાજેતરમાં જ જૂનાગઢનાં શામળદાસ ગાંધી ટાઉનહોલ ખાતે “પૃથ્વી પર દરેક જીવને ટકાવી રાખવા”ની થીમ સાથે વન વિભાગ દ્વારા વિશ્વ વન્યજીવ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. ત્યારે નાયબ વન સંરક્ષકશ્રીએ જણાવ્યું હતું કે, “ગીરનાર અને તેની આસપાસના જંગલો સૌથી વધુ જૈવિક વિવિધતા ધરાવતા વિસ્તાર છે. અહીના લોકો વન્યજીવો પ્રત્યે સંવેદનશીલ છે, તેઓ સિંહોના સંરક્ષણ સાથે ચકલીના માળા પણ ઘરે રાખે છે, ત્યારે તમામ ગૌચર, ઘાસીયા મેદાનો અને જમીનની જાળવણી આવશ્યક છે.”

ગિરનાર

ગિરનારના જંગલમાં 650 પ્રકારની વનસ્પતિ જોવા મળે છે. જેમાંની મોટાભાગની વનસ્પતિ અનેક કઠિન રોગોમાં સચોટ ઈલાજ આપવા માટે સક્ષમ છે. જો સામાન્ય લોકો તેને ઓળખાતા થઈ જાય તો પોતાની જાતે જ નરવા રહી શકે છે. આ સાથે જ ગીરનારના જંગલમાં 300 જાતના પક્ષીઓ નિવાસ કરે છે. જેમાના ઘણાખરા અલભ્ય છે. આપણે જાણીએ જ છીએ કે એસિયાઈ સિહો માત્ર ગીરના જંગલમાં જ જોવા મળે છે, તે સાથે જ વિશ્વની સૌથી નાની બિલાડી એવી રસ્ટી સ્પોટેડ કેટ કે જેનું વજન એક કિલોગ્રામથી પણ ઓછું છે તે પણ અહી જોવા મળે છે. પક્ષીઓ સાથે 56 પ્રકારના સરિસૃપો અને ઉભયજીવીઓ એટલે કે જે પાણી અને જમીન બન્ને પર રહી શકે તે પણ ગિરનારના જંગલમાં પ્રાપ્ય છે.

ગિરનારનું જંગલ કુલ 182 ચો.કિમી.માં પથરાયેલું છે. આ વિસ્તારમાં ઘણાખરા અજાયબી જેવા જીવો પણ જોવા મળતા રહે છે. ગિરનારની આસપાસના શહેરી વિસ્તારમાં ચામાચીડિયા પણ એકદમ મુક્ત રીતે વિહરી શકે છે. પ્રકૃતિમાં આ બધાનું અતિ મહાત્વનું સ્થાન રહેલું છે. ચામાચીડિયાની ચરકમાંથી બીજને ઉગવાની ક્ષમતા મળી રહે છે, તો મગર પણ ગિરનારના જંગલનો મહત્વનો ભાગ છે. એક અભ્યાસ મુજબ જ્યાં પણ મગર વધુ પ્રમાણમા હોય છે ત્યાં પાણી સારું રહે છે અને આવા પાણીમાં માછલાનું પ્રમાણ પણ વધુ હોય છે. આમ જોઈએ તો કુદરતે જે પણ ઇકો સિસ્ટમ નિર્માણ કરી છે તેને ચેડાં કરવાને બદલે તે આપણાં માટે અતિ ઉપયોગી છે આ સત્યને સ્વીકારીને પ્રકૃતિ સાથે આત્મીયતા પૂર્વકનું જીવન વ્યતીત કરવું જોઈએ.

ગિરનાર

વાઇલ્ડલાઈફને માત્ર ટુરિસ્ટ ડેસ્ટિનેશન ન બનવા દઈને તેની સાથે સહનશીલતા દાખવીને માનવ અને પ્રકૃતિ વચ્ચેનો સંઘર્ષ કેટલાયે અંશે ઘટાડી શકાય છે. કારણ કે પ્રકૃતિએ જે કઈ આપણને આપ્યું છે તે એક વરદાન સમાન જ છે.

Photo Credit:- Pranav Vaghasiya

Also Read : Check your knowledge about Girnar Ranges