Ropeway : શું તમે એશિયાના સૌથી મોટાં ગિરનાર રોપ-વે વિશે આ જાણો છો?

Ropeway : ગિરનાર એ મહત્વનું યાત્રાધામ છે, દરવર્ષે લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ અને પર્યટકો અહીની મુલાકાત લેતા હોય છે, ત્યારે આ ગિરનાર પર્વત પર નિર્માણ પામી રહેલ એશિયાના સૌથી મોટાં રોપ-વે પ્રોજેક્ટની કામગીરી હવે પૂર્ણતાના આરે છે. ત્યારે આજે આ આર્ટીકલ દ્વારા આપને ગિરનાર રોપ-વે વિશેની કેટલીક રોચક માહિતી જાણીશું, જે વિવિધ સૂત્રો દ્વારા પ્રાપ્ત થયેલી છે.રોપ-વેગિરનાર રો-વે એ એશિયા ખંડનો સૌથી મોટો રોપ-વે પ્રોજેક્ટ છે. જેનું નિર્માણ ઉષા બ્રેકો કંપની દ્વારા થઈ રહ્યું છે. ભવનાથ તળેટી થી લઈને ગિરનારની અંબાજી ટૂંક સુધી નિર્માણ પામી રહેલ આ ગિરનાર રોપ-વેની લંબાઈ 2.3 કિલોમીટરની છે. જેના દ્વારા લોકો માત્ર 07 જ મિનિટમાં તળેટી થી અંબાજી સુધી સહેલાઈથી પહોંચી શકશે.
ropewayRopeway : ગિરનાર રોપ-વે સાઇટ ઉપર હવે અંતિમ તબક્કાની કામગીરી ચાલુ છે, ત્યારે પોલ ઉપર દોરડા લગાવી તેમાં ટ્રૉલી લગાવીને ટ્રાયલ લેવામાં આવી રહી છે. જેમાં સૌ પહેલાં ખાલી ટ્રૉલી લગાવીને ધીમે-ધીમે વજન સાથેની ટ્રૉલીનું ટ્રાયલ કરવામાં આવશે.rope wayભવનાથ તળેટીથી લઈને અંબાજી સુધીના આ રોપ-વે પ્રોજેક્ટમાં કુલ 09 ટાવર ઊભા કરાયા છે, જેમાં 6ઠ્ઠા નંબરનો ટાવર કે જે ગિરનાર ચઢાણના 1000 પગથિયાં પાસે સ્થિત છે, તેની ઊંચાઈ અન્ય ટાવર કરતાં સૌથી ઊંચી 67 મીટર જેટલી છે.ગિરનાર પર રોપ-વેનું લોકાર્પણ થતાં યાત્રિકોએ ગિરનારના દસ હજાર જેટલા પગથિયાં ચઢવા નહીં પડે! 2.3 કિમી લંબાઈ ધરાવતા આ રોપ-વે પ્રોજેક્ટના શરૂઆતી તબક્કામાં 24 જેટલી ટ્રૉલી લગાવવામાં આવશે. એક ટ્રૉલીમાં 08 લોકો બેસી શકશે, જેથી એક ફેરામાં અંદાજે 192 જેટલા પ્રવાસીઓ અવર-જવર કરી શકશે.
ગિરનાર રોપ-વેનું લોકાર્પણ આગામી 09મી નવેમ્બરના રોજ થઈ શકે છે, જેના માટેની તડામાર તૈયારીઓ અત્યારથી જ આરંભી દેવામાં આવી છે. રોપ-વે શરૂ થતાં યાત્રિકોની ઉર્જા અને સમયમાં ઘણો બચાવ થશે. વિશ્વના પ્રવાસન નકશામાં ગિરનાર રોપ-વે આકર્ષણનું કેન્દ્ર બની રહેશે.

Also Read : Mahabat Maqbara

માહિતી: ઈન્ટરનેટ  

#TeamAapduJunagadh