Girnar Competition : ગુજરાતના રમત-ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ,ગાંધીનગર દ્વારા જાન્યુઆરી 2018માં જૂનાગઢમાં ગુજરાત રાજયના યુવક અને યુવતીઓ માટેની અખીલ ગુજરાત ગીરનાર આરોહણ અવરોહણ સ્પર્ધા યોજાશે. સ્પર્ધામાં 14 થી ૧૮ વર્ષ ની વય મર્યાદા છે અને 19 થી 35 ની વય મર્યાદામાં સિનિયર વિભાગમાં ભાગ લઇ શકશે. બન્ને વિભાગના ભાઇઓ માટેની સ્પર્ધા ગિરનાર તળેટીથી અંબાજી મંદિર સુધીના 5000 પગથિયા અને બન્ને વિભાગની બહેનો માટે ગિરનાર તળેટીથી માળી પરબ સુધીના 2200પગથિયા ચઢીને ઉતરવાના રહેશે. સ્પર્ધામાં ભાગ લેવા માટેના નિયત પ્રવેશપત્રો દરેક જિલ્લાની રમત ગમત અધિકારીની કચેરીએથી રૂબરૂમાં મળશે.
Address: જિલ્લા રમત ગમત અધિકારીની કચેરી,બ્લોક નં.1,પ્રથમ માળ, બહુમાળી ભવન,સરદાર બાગ,જૂનાગઢ ખાતેથી પણ વિના મુલ્યે ફોર્મ મળી શકશે.
Website: www.girnarcompetition.com પરથી ઓનલાઇન ફોર્મ મળી શકશે
દરેક સ્પર્ધકોએ નીયત પ્રવેશપત્ર માંગ્યા મુજબની પુરી વિગત સાથે જિલ્લા રમત ગમત અધિકારીની કચેરી જૂનાગઢ ખાતે તા.20 ડિસેમ્બર સુધીમાં પહોંચતા કરવાના રહેશે.
વધુ વિગત માટે કચેરીના ફોન 0285-2630490 નો સંપર્ક કરવાનો રહેશે.
Also Read : રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 1,000 થી વધુ લોકોએ આપી કોરોના ની મ્હાત, સાથે જ અહીં છે ભારતના આંકડા
#Sportnews #AJnews